<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં કાર્તિકી પુર્ણિમા મેળાનો પ્રારંભ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૨: ૧૯૫૫થી યોજાતો સોમનાથનો પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો મેળો આ વર્ષે ૧૧ નવેમ્‍બરે સાંજે ૦૫:૦૦ કલાકે માન.જીલ્લા કલેકટરશ્રીના વરદ હસ્‍તે ખુલ્લો મુકવામાં આવશે. કાર્તિકી પુર્ણીમા મેળો-૨૦૨૪ સદભાવના ગ્રાઉન્‍ડ ખાતે આવેલ ગ્રાઉન્‍ડ ખાતે યોજવામાં આવ્‍યો છે.

ગિરસોમનાથ જિલ્લાના કલેકટર દિગ્‍વિજયસિંહ ડી. જાડેજાના હસ્‍તે સોમનાથ ટ્રસ્‍ટના માનનીય ટ્રસ્‍ટી શ્રી જેડી પરમાર,એસપી મનોહરસિહ જાડેજા, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, અધિક કલેકટર રાજેશ આલ, નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, પ્રદેશ ભાજપ મંત્રીશ્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્‍દ્રભાઈ પીઠિયા સહિતના રાજકીય અને સમાજિક અગ્રણીઓ તેમજ વિવિધ સમાજના મોભી મહાનુભાવોની પ્રેરક ઉપસ્‍થિતિમાં કાર્તિકી પૂર્ણિમા ૨૦૨૪ મેળો ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો.

મેળામાં મનોરંજનના સાધનો, ખાણીપીણીના સ્‍ટોલ, બાળકો માટે રમકડાં, તેમજ અન્‍ય વેચાણ સ્‍ટોલ, ઇન્‍ડેક્ષ-સી વિભાગના હસ્‍તકલા અને ગળહઉદ્યોગ જેવા આકર્ષક સ્‍ટોલ, જેલના કેદીઓના ભજીયાનો સ્‍ટોલ, સેલ્‍ફી પોઇન્‍ટસ, પંચદેવ મંદિર, સોમનાથ એટ ૭૦ પ્રદર્શની, માહિતી સભર સ્‍ટોલની સાથે પ્રતિદિવસ ખ્‍યાતનામ કલાકારોના સાંસ્‍કળતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે કાર્તિકી પૂર્ણિમાના મેળાના ૦૫ દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિર રાત્રે ૧૧:૦૦ વાગ્‍યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. તેમજ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ સોમનાથ મંદિર રાત્રે ૦૧:૦૦ વાગ્‍યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. પૂર્ણિમાની રાત્રિએ વિશેષ મહાપૂજા તેમજ મહાઆરતી કરવામાં આવશે. સોમનાથ જ્‍યોર્તિલિંગના આધ્‍યસ્‍થાપક ચંદ્રદેવ કાર્તિકી પૂર્ણિમાની મધ્‍યરાત્રીએ સોમનાથ જ્‍યોર્તિલિંગના શિખર પર આવે છે અને પોતાનો શીતળ પ્રકાશ વરસાવે છે. જેને અમળત વર્ષા યોગ પણ કહેવામાં આવે છે. ચંદ્રદેવ સોમનાથ મહાદેવનો ધ્‍વજ દંડ અને ત્રિશૂળ તેમજ પ્રથમ જ્‍યોર્તિલિંગ શ્રી સોમનાથ એક જ હરોળમાં આવવાથી કાર્તિકી પૂર્ણિમાનો વિશેષ ધાર્મિક મહાત્‍મય છે. જેને કારણે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાનો મેળો સૌરાષ્‍ટ્ર સહિત સમગ્ર દેશ વિદેશમાં પ્રસિદ્ધ થયો છે. ત્‍યારે મેળાના ભવ્‍ય અને સુલભ આયોજનમાં જરૂરી સહયોગ કરવા માટે જાહેર જનતાને શ્રી સોમનાથ ટ્રસ્‍ટ,જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવે છે.

 આ ઉપરાંત મેળા ગ્રાઉન્‍ડમાં સીસીટીવી સીસ્‍ટમ લગાવવામાં આવી છે. વિશાળ ર્પાકિંગની વ્‍યવસ્‍થા પણ ઊભી કરવામાં આવી છે. ફાયર સેફ્‌ટી માટે તમામ જગ્‍યાએ ફાયર એકસ્‍ટીંગ્‍યુસર બોટલની વ્‍યવસ્‍થા તેમજ સ્‍ટેન્‍ડબાય ફાયર ટેન્‍ડર ટીમની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે. મેળામાં ઈલેકટ્રીક સપ્‍લાય માટે ૪ વિશાળ ક્ષમતા વાળા સ્‍ટેન્‍ડબાય જનરેટરની વ્‍યવસ્‍થા કરાઇ છે. મેળા કાર્યાલય તેમજ સાંસ્‍કળતિક કાર્યક્રમના સ્‍ટેજમાં પબ્‍લીક એડ્રેસ સીસ્‍ટમ ઊભી કરવામાં આવી છે. જેથી માઇક દ્વારા જન સંપર્ક સરળ અને અસરકારક બની શકે. મેળામાં બંદોબસ્‍ત અને દેખરેખ માટે પોલીસ વૉચટાવર, પોલીસ કન્‍ટ્રોલ રૂમની વ્‍યવસ્‍થા કરાઇ છે.

ઈમરજન્‍સીના કેસમાં મેળાની ફરતે વ્‍હીકલ લઈ જઈ શકાય તે માટે પહોળો રસ્‍તો તૈયાર કરાયો છે. મેળામાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે શુદ્ધ પીવાના પાણીની વ્‍યવસ્‍થા કરાઇ છે, તેમજસ્ત્રીઓ તથા પુરૂષો માટે અલગ અલગ પોઇન્‍ટ પર યુરીનલની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

દેશ-વિદેશના ભક્‍તો શ્રી સોમનાથ મંદિરના ઓફિશિયલ મીડીયા પ્‍લેટફોર્મ ફેસબુક, યુટયુબના માધ્‍યમો દ્વારા સાંસ્‍કળતિક કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળી શકશે. સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા લોકો માટે લોકસાહિત્‍ય, સંગીત અને ભજનો કલાસંગમની ત્રિવેણી રચાશે. પ્રથમ દિવસે સ્‍થાનીક કલાકારો દેવાયત ખવડ, બીરજુ બારોટ,બિજા દિવસે અપેક્ષાબેન પંડયા, ત્રિજા દિવસે  કિર્તિદાન ગઢવી ચોથા દિવસે રાજભા ગઢવી, પાંચમા દિવસે માયાભાઇ આહિર તથા જાહલબેન આહિર કાર્તિકી મેળામાં સ્‍વરવંદના કરશે.

પહેલા દિવસે મેળો માણ્‍વા માટે પ્રભાસપાટણ તેમજ વેરાવળ શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો ઉમટી પડેલ હતા ૪૦ હજાર થી વધુ લોકો એ મેળો માણ્‍યો હતો.

આમ સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં પધારતા લોકોને સુરક્ષિત, સુલભ અને આનંદસભર વાતાવરણ મળે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્‍ટ, જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર તેમજ નગર સેવા સદનના સહયોગથી તમામ વ્‍યવસ્‍થાઓ ઊભી કરવામાં આવી છે. જેથી મેળામા સેહલાણીઓને કોઈપણ તકલીફ ન પડે. મેળા દરમિયાન ફરજ પરના કર્મચારીઓને સહયોગ કરવા યાત્રિકોને અનુરોધ કરવામાં આવે છે.

(2:01 PM IST)