News of Tuesday, 12th November 2024
ભરૂડી ટોલનાકા પાસેથી માદક પદાર્થ સાથે પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા.૧૨: ગોંડલ તાલુકાના ભરૂડી ટોલ પ્લાજા પાસેથી ટ્રકમાથી માદક પદાર્થના જથ્થા સાથે ઝડપાયેલા બે આરોપી પૈકી એક આરોપીને કોર્ટે જામીન મુક્ત કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ ગોંડલ તાલુકાના ભરૂડી ટોલ પ્લાજા પાસેથી ટ્રકમાથી માદક પદાર્થ ૪૫૪ ગ્રામ અને ઓપીયમ ડેરીવેટીવ્સ ૧૧૨.૯૫ ગ્રામ સાથે રાજકોટ રૂરલ એસ.ઓ.જી.ની ટીમે બે આરોપીને ઝડપી લીધા હતા. પોલીસે બંને આરોપી સામે ગુનો દાખલ કરી જેલ હવાલે કર્યા હતા. જે કેસમાં આરોપી રફીક મહમદ હાલા સંધી જામીન મુક્ત થયા બાદ જેલ હવાલે રહેલા આરોપી મહમદ રમજાન યુસુફ લાખા સંધીએ જામીન મુક્ત થવા કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને રજૂ રાખેલા ઊંચ અદાલતના ચુકાદાઓને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી મહમદ રમજાન યુસુફ લાખા સંધીની જામીન અરજી મંજૂર કરતો હુકમ કર્યો છે.
આ કેસમા આરોપીના બચાવ પક્ષે રાજકોટના યુવા એડવોકેટ ગીરીશ જે. વારગીયા, સુરેશ જે. વારગીયા, જુનીયર કિશોર એન. વાઘેલા અને જયેશ કે. ગોહીલ રોકાયા હતા.(૨૩.૩૫)
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
