<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

સૌરાષ્ટ્ર ગુજરાતના ભજનનો ધુધવાતો સાગર એટલે મુળાભાઈ ગઢવી કાયમી માટે કુંકાવાવમાં શાંત થઈ ગયો

મુંળા ભગત તરીકે પ્રસિદ્ધ પામેલ 350થી વધારે પૌરાણિક ભજન તેમના કંઠસ્થ હતા અને તેમને સાંભળવા માટે રાષ્ટ્રીય કથાકાર મોરારીબાપુ.વિશ્વભર ભારતીબાપુ. શેરનાથ બાપુ તેમજ ઇન્દ્રભારતી બાપુ વિગેરે સંતો મહંતો તેમને ખાસ સાંભળવા માટે ખાસ બોલાવતા હતા: રામસાગર સાથે પિત્તળની ગાગરમાં આંગળીમાં કડી પહેરીને સંગીતનો સૂર વસાવતા મુળાભગત ને સમાજમાં મોટી ખોટ પડશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:-સૌરાષ્ટ્ર ગુજરાતના ભજન નો ધુધવાતો સાગર એટલે મુળાભાઈ ગઢવી કાયમી માટે કુંકાવાવમાં શાંત થઈ ગયો
સૌરાષ્ટ્ર અને ગુજરાતની ધરતી એટલે ભજન પ્રેમીની ધરતી ગણવામાં આવી રહી છે આવા સમયે અમરેલી જિલ્લાના કુકાવાવ ગામ ખાતે એક ગરીબ પરિવારમાંથી જન્મેલ મુળાભાઈ ગઢવી જેવો બચપનથી જ ભગવાનના ભગત હતા અને તેમની ઘરમાં જ છાપ હતી મૂળાભગત જેવો ગઢવી પરિવારમાંથી આવતા હોય અને તેમને જન્મથી જ મા સરસ્વતીના સંસ્કાર હોય ત્યારે પરિવારના માધ્યમથી તેઓ અભ્યાસ તો નહોતા કરી શક્યા અભણ હતા પરંતુ કન્ઠસ્થ સરસ્વતીના માધ્યમથી મુળા ભગત એક સારા ભજનિક કલાકાર બન્યા
જે બાબતે તેમના ભાણેજ પાલાભાઈ ગઢવીએ જણાવેલ કે મારા મામા એટલે ભજન નો ધુંધવાટ સાગર એટલે મૂળાભગત તરીકે છાપ ધરાવતા મામા મૂળાભગત અભણ હતા પરંતુ તેઓ 350 થી વધારે ભજન તેમને કંઠસ્થ હતા અને તેઓ ભજન જ્યારે ગાવા બેસે ત્યારે તેમની આંખ બંધ કરી દેતા અને રામસાગરના સંગીતના માધ્યમથી અતિ પ્રાચીન ભજન જે ગંગા સતી નરસિંહ મહેતા મહાત્મા મુળદાસ સત દેવીદાસ અમર દેવીદાસ આપાગીગા આ પ્રકારે ગુજરાત અને સૌરાષ્ટ્રને ભારતના સંત મહાત્માના મુખે ગવાયેલા પ્રાચીન ભજનો તેઓ ગાતા હતા
મૂળાભગત ને સાંભળવા એક લાવો હતો એ લાવો રાષ્ટ્રીય કથાકાર મોરારીબાપુ મહામંડલેશ્વર ભારતી બાપુ તેમજ ભવનાથમાં ઇન્દ્રભારતી બાપુ શેરનાથ બાપુ વગેરે સંતો મહંતોએ પણ આશ્રમ ખાતે બોલાવીને મૂળાભગત ને અલગ સેલીમાં સાંભળવાનો લાવો લીધો છે
મૂળા ભગત જ્યારે ભજન ગાતા હોય ત્યારે તેઓ એક હાથમાં રામસાગર અને બીજા હાથમાં મંજીરા વગાડતા વગાડતા ભજન ગાતા હોય ત્યારે તેમની આંખ બંધ હોય ત્યારે એમની સામે એમને સાથ આપવા વાળા પિત્તળ અને ત્રાંબાની ગાગરો રાખીને હાથમાં કડી પહેરીને અલગ તાલથી એ સંગીત વગાડતા હોય અને એ ભજનનો તાલ અત્યારના વાજિંત્રોની બિલકુલ અલગ સિસ્ટમથી એ ભજન નો પીરસતા હોય ત્યારે એ ભજનનો લાવો ભાગ્યેજ કોઈને મળે આવા વિરલ આત્મા ગણાતા મૂળા ભગત એટલે કે મૂળાભાઈ રબારી તેઓ 92 વર્ષની વઇએ અમરેલી જિલ્લાના કુકાવાવ ગામ ખાતે તારીખ 12 ને મંગળવારના રોજ ભજનની સાથે તેઓ લીન થઈ ગયા છે રામસાગર ની સાથે તેઓ ભગવાન સાગરમાં જોડાઈ ગયા છે તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના છે
આ સાથે મૂળાભગત ને ચાર સંતાનો હતા જેમાં રામદેવભાઈ. ભીમાભાઈ. અરજણભાઈ. અને રણછોડભાઈ આ ચારેય ભાઈઓ હાલમાં અમરેલી જિલ્લાના કુકાવાવ ગામ ખાતે રહે છે અને મુંળાભાઈ રબારીના આત્માને શાંતિ અર્પવા માટે સદગત નું બેસણું તેમના નિવાસ્થાન કુકાવાવ ખાતે રાખવામાં આવેલું છે

(6:10 PM IST)