News of Wednesday, 13th November 2024
બરડાના સફારી પાર્કનો ૭૦૦ લોકોએ આનંદ માણ્યો એડવાન્સ બૂકીંગ શરૂ

(કૌશલ સવજીયાણી દ્વારા) તા. ૧૨: બરડા જંગલ સફારી ઘનતેરસથી શરૂ થઇ હતી જે સફળ રહી છે. અત્યાર સુધીમાં ૭૦૦ થી વધુ મુસાફરો એ જંગલ સફારી નો આનંદ માળીયો છે જેમાં વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર તથા દ્વારકા જિલ્લાના પણ પ્રવાસીઓનો સમાવેશ થાય છે.
દ્વારકા જિલ્લાના ભાણાવડમાં વન વિસ્તારના અધિકારીશ્રી એસ.આર. તન્ના તથા શ્રી ચૌહાણ ના માર્ગદર્શનમાં ગોઠવાયેલી સમગ્ર વ્યવસ્થા પ્રશંસનીય રહેતા હવે એડવાન્સ બુકીંગ પણ બે ગણુ દિવસ સુધીના ચાલુ થયા છે. તથા રોજ આઠ પરમીટોમાં ચાર જેટલી ગાડીઓમાં પ્રવાસીઓ બરડા ડુંગરની મોજ માણે છે.
બરડા ડુંગરમાં કયારેક સિંહ પરિવાર, કયારેક દીપડા જેવા પ્રાણીઓ મુસાફરોને જોવા મળે છે. તો અનોખી વનસ્પતિ સૃષ્ટિ તથા આયુર્વેદિક દવા વનસ્પતિમાં પ્રખ્યાત બરડાનું જંગલ, ઝરણા, ધોધ, નદીના સાંનિધ્યમાંથી પ્રસાર થતો સરકારી રૂટ તથા ચોમાસામાં ૬૫ ઇંચ વરસાદ અહી પડયો હોય લીલીછમ વનરાઇ તથા વન્ય નવુ અભ્યારણમાં પ્રવાસીઓ આનંદ માણે છે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
