<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

પ્રવાસી કળપયા ધ્‍યાન દેઃ સફેદ રણ જવા આવવા ભુજથી દરરોજ ત્રણ મીની લકઝરી બસ

સનસેટ જોઈને પ્રવાસી પરત ભુજ ફરી શકશે, મોંઘા ટેક્‍સી ભાડા ખર્ચવાની જરૂર નથી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૩: સફેદ રણ જોવા ધોરડો ગામે જવા માંગતા પ્રવાસીઓ માટે ભુજથી ધોરડો જવા અને પરત આવવા માટે દરરોજ ત્રણ મીની લક્‍ઝરી બસની વ્‍યવસ્‍થા કરાઈ છે. જીલ્લા ક્‍લેક્‍ટર અમિત અરોરા સાથે બેઠક થયા બાદ કચ્‍છ એસટીની વિભાગીય નિયામક કચેરી દ્વારા આ અંગે જાહેરાત કરાઈ છે. ભુજથી ધોરડો સફેદ રણ જવા સવારે ૮/૩૦ બપોરે ૧ અને ૨.૩૦ વાગ્‍યે બસ ઊપડશે. જ્‍યારે ધોરડોથી ભુજ પરત ફરવા માટે સવારે ૧૧.૧૫ વાગ્‍યે અને સાંજે ૬ તેમ જ ૭ વાગ્‍યે બસ ઉપડશે. દરરોજ ત્રણ બસને કારણે પ્રવાસીઓએ મોંઘા ટેક્‍સી ભાડા ખર્ચવાની જરૂર નથી

(10:43 AM IST)