News of Wednesday, 13th November 2024
સોમનાથ બાયપાસ પાસે બે બાઇક સવારો હોટલ માલિકને ધમકી આપી ફરાર
સોમનાથ બાયપાસ પાસે બે બાઇક સવારો હોટલ માલિકને ધમકી આપી ફરાર

પ્રભાસ - પાટણ તા. ૧૩: (ભાસ્કર વેૈદ્ય દ્વારા) સોમનાથ બાયપાસ/ પાસેની હોટલ વેલકમ સોમનાથ હોટલના મેનેજર મહેશભાઇ તથા ભરતભાઇ સહિત ચાર જણા હોટલમાં હાજર હતા ત્યારે રાત્રીના આશરે બે વાગ્યા ની આસપાસ બે શખ્સો ગ્રાહકોની કોઇ બાબતે મોટર સાયકલ નંબર જી.જે. ૩૨- એ એફ - ૯૮૦૦ લઇને આવેલ અને ગાળો આપવા માંડેલ ત્યારે કારણ પુછતા તેણે જણાવેલ કે તારી હોટલના માલિકને કહી દે જે કે જીવતું રહેવું હોય તો હોટલ બંધ કરી જતા રહે.
આ અંગે તપાસ કરતા બંનેમાં એક સબ્બીર આમદ તથા બીજાને સાવઝ તરીકે ઓળખાય છે અને રહેવાની સગવડ કરી આપી કમીશન લેતા હોવાનું જણાઇ આવેલ
આ અંગે હોટલ ધારકે પ્રભાસપાટણ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલિસે ગુન્હો દાખલ કરેલ છે. જીલ્લા પોલિસ તંત્રે આ અંગે અ ેસ.ઓ.જી. તથા એલ.સી.બી. પોલિસને તપાસમાં જોડી અસરકારક કામગીરી ન્યાય અપાર તેવી લોકલાગણી છે.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
