<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

કચ્‍છના વરનોરા ગામે મદ્રેશામાં ભણતાં બે બાળકોના અપહરણની ફરિયાદ

(વિનોદ ગાલા દ્વારા) ભુજતા.૧૩: કચ્‍છના ભુજ તા.ના નાના વરનોરા ગામે મદ્રેસામાં ભણતાં ભુજના બે બાળકો ગત શનિવાર ૯/૧૧ થી ગુમ થતાં તેમના અપહરણની પોલીસ ફરિયાદ કરાઈ છે. ભુજના સલીમ દાઉદ કુંભારે માધાપર પોલીસ સ્‍ટેશનમાં લખાવેલી ફરિયાદ અનુસાર તેમનો ૧૫ વર્ષનો દીકરો હરસાન સલીમ કુંભાર અને તેની સાથે ભણતો ૧૪ વર્ષીય ઈરફાન બંને ગુમ થયા બાદ લાપત્તા છે. નાસ્‍તો લેવા જવાનું કહી આ બાળકો ગુમ થયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(

(11:10 AM IST)