<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

શાપરમાં યુપીના પ્રમોદે ઝેર પી જીવન ટુંકાવ્‍યું

સિવિલ હોસ્‍પિટલમાં ત્રણ દિવસની સારવાર બાદ દમ તોડયો

રાજકોટ તા. ૧૩: શાપર વેરાવળમાં ત્રણ દિવસ પહેલા મુળ યુપીના યુવાને ઝેરી દવા પી લીધી હતી. તેનું સારવાર દરમિયાન મોત થયું છે.

શાપર વેરાવળમાં એચએમકે કારખાનામાં કામ કરતો અને નજીકમાં જ રહેતો પ્રમોદ કામદારપ્રસાદ વર્મા (ઉ.વ.૨૨) ગત ૧૦મીએ ઝેર પી જતાં શાપર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ ગત સાંજે તેણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તે અપરિણીત હતો. ઝેર પી આપઘાત શા માટે કર્યો તે અંગે શાપર પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, જયદિપસિંહ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ શાપર પોલીસને કરી હતી.

(11:12 AM IST)