<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

મોરબી સિવિલમાં આઉટસોસિર્ંગ કર્મચારીઓના ધરણા

આપ નેતા ઈશુદાન ગઢવીએ સંભાળ્‍યો મોર્ચો

પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૧૩ :. મોરબી સિવિલ હોસ્‍પિટલમાં કામ કરતા આઉટર્સોસિંગ કર્મચારીઓએ  હક્કના લાભો ન મળતા હોવાના આક્ષેપ સાથે રાત્રે ધરણા કર્યા હતા. આ વેળાએ આપ નેતા ઈશુદાન ગઢવી પણ તેઓની વ્‍હારે આવ્‍યા હતા.

મોરબી સિવિલ હોસ્‍પિટલમાં સફાઈ કામ અને સિકયુરિટી સહિતના કામ કરતા અંદાજે ૧૫૦ જેટલા આઉટર્સોસિંગ કર્મચારીઓએ અપૂરતો પગાર, પગાર સ્‍લીપ ન મળવી, પીએફનો લાભ ન મળવો, હક્ક રજા ન મળવી તેમજ ૮ની બદલે ૧૨ કલાક કામ લેવું આ સહિતના પ્રશ્નોને લઈને હોસ્‍પિટલ બહાર ધરણા શરૂ કર્યા હતા.

મોરબીની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ આ આઉટર્સોસિંગ કર્મચારીઓની મુલાકાત લીધી હતી. ઈશુદાન ગઢવીએ જણાવ્‍યું કે આ આઉટર્સોસિંગ કર્મચારીઓ એજન્‍સીઓની અધિકારીઓ અને નેતાઓ સાથેની મિલીભગતના કારણે લાભો મેળવી શકતા નથી. જો આરોગ્‍ય મંત્રી સાચા હોય તો પગલાં લ્‍યે. જો આ પ્રશ્ન ઉકેલવામાં નહિ આવે તો આમ આદમી પાર્ટી તમામ જિલ્લાઓના આઉટર્સોસિંગ કર્મચારીનું સંગઠન બનાવી ગાંધીનગરનો ઘેરાવ કરશે.

(11:47 AM IST)