<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

વાંકાનેર યાર્ડમાં કપાસ-મગફળીની ધૂમ આવક

(મહમદ રાઠોડ દ્વારા)વાંકાનેર, તા., ૧૩: માર્કેટીંગ યાર્ડ યાને એપીએમસીના હાઇવેથી યાર્ડ જવાના રસ્‍તે કપાસ અને મગફળીના વેચાણ માટે આવતા ગ્રામ્‍ય વિસ્‍તારના વાહનોની આજેલાંબી લાઇન જોવા મળી હતી.

કપાસ અને મગફળીની આવક વાંકાનેર યાર્ડમાં ધૂમ જોવા મળે છે. ખેડુતોના કહેવાનુસાર કપાસના ભાવો થોડા ઓછા છે અને વિતેલા દિવસોમાં વરસાદની રૌદ્રતાને પગલે પાકને નુકશાન વધુ થયેલ છે.

(11:51 AM IST)