News of Wednesday, 13th November 2024
ગોંડલ તાલુકાના દેરડી કુંભાજીમાં દિવાળીના નવલા દિવસોમાં ઉમા પાર્ટી પ્લોટમાં ‘મગનભાઇ કલ્યાણભાઇ નરોડિયા ઉમા ભવન' લોકાર્પણ સમારોહ યોજાયો

મોવિયાઃ દેરડી કુંભાજીમા દિવાળીના નવલા દિવસોમાં ઉમા પાર્ટી પ્લોટમાં ‘‘મગનભાઈ કલ્યાણભાઈ નરોડિયા ઉમા ભવન'' લોકાર્પણ સમારોહ યોજાયેલ. આ સમાજ વાડીમાં લોકોને અદ્યતન સુવિધાઓ મળી રહે તેવા હેતુથી મુખ્ય દાતા મગનભાઈ નરોડિયા તરફથી અનુદાન મળેલ. ઉમા ભવનના ભોજનાલયના દાતા ડો. દિપકભાઈ રાછડિયા, ઉમા પાર્ટી પ્લોટ ભોજનાલયના દાતા મનસુખભાઈ નરોડિયા અને દાતા શ્રી પરસોત્તમભાઇ નરોડિયા તરફથી અનુદાન મળેલ છે.
આ તમામ દાતાશ્રીઓનું સન્માન મનસુખભાઈ વામજા - સુરત, જયંતીભાઈ આદ્રોજા - નાસીક અને સમાજના પ્રમુખ મકનભાઈ નરોડિયા , ઉપપ્રમુખ સંજયભાઈ નરોડિયા, મંત્રી વી.આર. નરોડિયા તથા ટ્રસ્ટી મંડળ કારોબારી સમિતિ દ્વારા કરવામાં આવેલ હતું. લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો, પરિવારના સભ્યો, બહેનો દીકરીઓ , જુદી જુદી સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ અને ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. ઉમા ભવનના રૂમ બાંધકામમાં ઉદાર હાથે ફાળો આપનાર ૧૭ દાતાશ્રીઓ અને તે ઉપરાંત અન્ય દાતાશ્રીઓનું અદકેરું સન્માન કરવામાં આવ્યું.
આ બાંધકામ માટે પાયાના પથ્થર તરીકે જેમને સેવા આપી છે, તેવા મકનભાઈ બી. નરોડિયાનું વિશિષ્ટ સન્માન કારોબારી સમિતિના સભ્યો અને પાયાના પથ્થર કર્મયોગી મિત્રો દ્વારા કરવામાં આવેલ હતું. આભાર વિધિ ઉમેશભાઈ નરોડિયાએ કરેલ.. કાર્યક્રમનું આયોજન, સંકલન અને સંચાલન એન.વી. નરોડિયાએ કરેલ હતું.(તસ્વીર-અહેવાલઃઅશોક પટેલ-મોવિયા)
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
