<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

પાંચાલ ભૂમિમાં શુક્રવારથી ૨૫૧ કુંડી મહારૂદ્ર યજ્ઞ

રાજકોટ : આગામી તા. ૧૫ને કાર્તિકી પૂર્ણિમાથી ગુજરાતમાં પ્રથમવાર પાંચાલ ભૂમિ જાનીવડલા, નાની મોલડીની અંદર ૨૫૧ કુંડી મહાયજ્ઞનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે.

પાંચાલના દેવી દેવતાઓની કૃપાથી ગુરૂ દત્તાત્રેય ભગવાન, માં ચામુંડા માતાજીની કૃપાથી જૂના અખાડા ચૌદ મઢીના આંતરરાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ મહંત શ્રી ૧૦૮ ગોપાલગીરી બાપુ ગોપાલધામ, ગોપાલેશ્વર મહાદેવના સાનિધ્‍યમાં ગામ જાનીવડલા, નાની મોલડીની અંદર ઋષિમુનિઓની યાદી અનાદી કાળથી પ્રચલિત વેદયુકત મુનિઓની સનાતન ધર્મની પ્રાચીન પરંપરા મુજબ જે રીતે યજ્ઞ થતા હતા તે જ રીતે વેદ વિભૂષણ સાંદીપની ઋષીની તપોભૂમિ ઉજ્જૈનના આચાર્યશ્રીઓ, બ્રાહ્મણ દેવો દ્વારા મહારૂદ્ર હોમાત્‍મક, પાઠાત્‍મક ૨૫૧ કુંડી મહારૂદ્ર યજ્ઞ પંચ દિવસીયમાં સંપન્‍ન થશે.

યજ્ઞનો પ્રારંભ ૧૫ને શુક્રવારે કાર્તિક પૂર્ણિમાથી કળશ યાત્રા પ્રારંભ થશે. શ્રી અર્ણીમંથનથી શ્રી અગ્નિ આહવાન તથા નિત્‍ય રૂદ્રાભિષેક થશે. ૧૮ને સોમવારે રાત્રે ભવ્‍ય સંતવાણીમાં નામી - અનામી કલાકારો ભજન સંતવાનું રસપાન કરાવશે. ૧૯ને મંગળવારે સવારે શુભ ચોઘડીયે સાધુ સંતોના સામૈયા થશે. ૧૯ને સવારે મંગળવારે શુભ ચોઘડીયે ધર્મ સભાનું આયોજન કરવામાં આવેલ છે. ૧૯ના મંગળવારે  સાંજે શિવ મહાજપૂજાથી યજ્ઞની પૂર્ણાહૂતિ થશે. આ યજ્ઞની યજ્ઞશાળા પણ સનાતન પરંપરા મુજબ ૫૦,૦૦૦ ફૂટમાં કરવામાં આવેલ છે. મનુષ્‍ય દેહથી જાણ્‍યે અજાણ્‍યે કોઈપણ પ્રકારની ભૂલો થઈ હોય તો તેના પ્રાયヘતિ અને દેહશુદ્ધિ માટે યજ્ઞશાળાની પ્રદક્ષિણા અને યજ્ઞના દર્શન કરીને જીવન સાર્થક કરીએ તેમ મહંત શ્રી ૧૦૮ ગોપાલગીરી બાપુએ જણાવેલ છે.

યજ્ઞના યજમાન માટે બપોરે ૧૨.૧૫ થી ૨ વાગ્‍યા સુધી ફળાહાર રહેશે. તેમજ સાંજે ૫:૩૦ પછી પ્રસાદ રહેશે તેમજ દરેક ધર્મપ્રેમી દર્શનાર્થી માટે પંચ દિવસીય અખંડ મહાપ્રસાદનો લાભ લેવા ગોપાલધામ આશ્રમ, ગોપાલેશ્વર મહાદેવના આંતરરાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ મહંત શ્રી ૧૦૮ ગોપાલગીરી બાપુ તથા જાનીવડીલા, મોલડી, મેસરીયા, ભલગાવ, ગોકુલધામ, ખેરડી, ચોટીલા, થાનગઢ, સોનગઢ, ચાણપા તથા સમસ્‍ત પાંચાલ ભૂમિ સેવકગણ તરફથી આમંત્રણ અપાયુ છે.

(12:07 PM IST)