News of Wednesday, 13th November 2024
ગિરનાર પરિક્રમામાં બે દિવસ દરમિયાન રાજકોટ જિલ્લાના ૪ સહિત ૭ યાત્રિકના હાર્ટએટેકથી મોત
ગત વર્ષે સમગ્ર પરિક્રમા દરમિયાન ૫ ભાવિકના મોત થયા'તા, આ વર્ષે બે દિવસમાં પરિક્રમા રૂટ અને તળેટીમાં ૭ ભાવિકે અંતિમ શ્વાસ લીધો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૩: ગરવા ગિરનાર ફરતે આગોતરી પરિક્રમાનો સોમવારથી અને વિધિવત લીલી પરિક્રમાનો આરંભ મધરાત્રે થયો છે. પાવનકારી પરિક્રમામાં પુણ્યનું ભાથું બાંધવા આવેલા યાત્રિકો પૈકી સાત યાત્રિકના હાર્ટ એટેકથી બે દિવસમાં મળત્યુ થતાં ગમગીની વ્યાપી ગઈ હતી.
તા. ૧૧ નવેમ્બરના રોજ રાજકોટના ગાંધીગ્રામમાં આવેલ ભારતીનગરમાં રહેતા ૬૫ વર્ષના મૂળજીભાઈ રૂડાભાઈ લોખીલનું માળવેલા ઘોડી નજીક, જસદણ તાલુકાના નવા ગામના ૫૦ વર્ષના પરસોત્તમભાઈ જગદીશભાઈ ભોજાણીનું ભવનાથ તળેટી ખાતે, અમરસર ગામના ૬૫ વર્ષના અમીરભાઈ સોદાભાઈ લમકાનું પણ ભવનાથ તળેટીમાં અને દેવડા ગામના ૬૨ વર્ષના રસિકલાલ ભોવાનભાઈ ભરવાડ પાસે હાર્ટએટેકથી મળત્યુ નીપજ્યું હતું.
જ્યારે ગઈકાલ તા. ૧૨ નવેમ્બરના રોજ રાજકોટના ૭૦ વર્ષના મનસુખભાઈ મોહનભાઈનું જીણાબાવાની મઢી પાસે, ગાંધીધામના ૫૦ વર્ષના આલાભાઇ ગોવિંદભાઈ ચાવડાનું ૧૧ નંબર ચેક પોસ્ટ પાસે અને રાજકોટના સોરઠીયા પ્લોટ વિસ્તારમાં રહેતા ૫૪ વર્ષના અરવિંદભાઈ ડાયાભાઈ સિંધવનું સરકડીયા પાસે એટેક આવવાથી મળત્યુ થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે સમગ્ર પરિક્રમા દરમિયાન પાંચ યાંત્રિક ના મળત્યુ નીપજ્યા હતા જ્યારે આ વર્ષે બે દિવસમાં જ પરિક્રમા રૂટ પર અને પગના તળેટીમાં સાત યાત્રી કોઈએ હૃદય થંભી જતા અંતિમ શ્વાસ લીધો હતો.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
