<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

જામજોધપુરના શેઠવડાળામાં તાલુકા પંચાયત ભાજપના મહિલા પ્રમુખના પતિ ઉપર પાર્કિગ પ્રશ્ને હુમલો

જામજોધપુર, તા., ૧૩ : જામજોધપુર તાલુકા શેઠ વડાળા ગામે બે જુથ વચ્‍ચે અથડામણ તલવાર ધારીયા વડે ભાજપના તાલુકા પંચાયત મહિલા પ્રમુખના પતિ ઉપર પાર્કીગના પ્રશ્ને હુમલાની ચર્ચા છે. જામનગર એલસીબીના શેઠવડાળામાં ધામા છે. અતુલ રાઠોડ સહીત ચારને ઇજા થઇ છે. ઇજાગ્રસ્‍તોને જામનગર જી.જી. હોસ્‍પીટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. જુથે પણ માર ખાધો હોવાની ચર્ચા છે.

(1:55 PM IST)