News of Wednesday, 13th November 2024
જામનગરના ચંદ્રકાન્તભાઇ મહેતાનું અવસાન થતા દેહદાનનો પ્રેરક નિર્ણય

રાજકોટ : જામનગર નિવાસી જૈન પરિવારના સ્વ. ચંદ્રકાન્તભાઇ ન્યાલચંદ મહેતાનું અવસાન થતા તેમના પુત્ર હેમલભાઇ મહેતા અને ભાઇ જૈન સોશિયલ ગ્રુપ જામનગરના પ્રમુખ અરવિંદભાઇ મહેતાની સહમતીથી જે. એસ. જી. જામનગરનાં ઝોન કોર્ડીનેટર મુકેશભાઇ સુતરીયા અને આશ્રય કમીટીના કન્વીનર મુગટભાઇ શાહની પ્રેરણાથી સ્વ. ચંદ્રકાન્તભાઇ મહેતાનું દેહદાન જામનગરની ઇરવીન હોસ્પિટલને મેડીકલ સંશોધન અર્થે આપી સમાજને અનોખો રાહ ચીંધેલ છે. આ માટે આશ્રય કમીટીના ચેરમેન ઉપેનભાઇ મોદી અને વિવેકાનંદ યુથ કલબના કન્વીનર અનુપમભાઇ દોશી સહયોગી બન્યા હતા. જામનગરમાં ચક્ષુદાન-દેહદાન માટે મુકેશભાઇ સુતરીયા (મો.૯૯૯૮૯ ૬૦૦૫૦) અને મુગટભાઇ શાહ (મો.૮૮૬૬૭ ૨૬૦૭૨) નો સંપર્ક કરી શકાશે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
