News of Wednesday, 13th November 2024
પીજીવીસીએલ ના કોન્ટ્રાક્ટરોની હડતાલનો નિવેડો લાવો, હડતાલથી લોકોના કામ અટક્યા: વી.કે. હુંબલ
કોંગ્રેસના પ્રદેશ મંત્રીની રજૂઆત

ભુજ :પી.જી.વી.સી.એલ. માં કામ કરતા કોન્ટ્રાક્ટરો દ્વારા તેમની લાંબા સમયથી પડતર માંગણીઓ અને મુદ્દાઓને લઈને છેલ્લા પાંચ દિવસથી હડતાલ કરી દેવામાં આવી છે જેના લીધે સમગ્ર તાલુકામાં વીજ સમસ્યાઓ, ટ્રાન્સફોર્મર, કનેકશનોની કામગીરી બંધ થયી ગયેલ છે અને લોકોને વીજ પુરવઠાને લીબે ગંભીર સમસ્યા ઉભી થયેલ છે. જેનું તાત્કાલિક નિરાકરણ લાવવું જરૂરી છે.
અંજાર તાલુકાના ખીરસરા ગામે છેલ્લા ૩ દિવસથી ગામમાં વીજ પુરવઠો જ બંધ થયી ગયેલ છે અને લોકોને વીજળી વગર જ રહેવાનો વારો આવ્યો છે. તેના લીધે વાડીઓ અને ખેતરોમાં વીજ પુરવઠો બંધ થયી જતા ટ્રાન્સફોર્મર બંધ થયી જતા ખેડૂતોને પણ શિયાળુ પાક વાવેતર સમયે જ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.અને મોટર બંધ હોતા સમગ્ર વિસ્તારમાં વાવેતર જ નિષ્ફળ જાય તેવી ભીતિ છે.
હડતાલ હોવાથી આ સમસ્યાઓ ના નિરાકરણ અંગે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ પી.જી.વી.સી.એલ. દ્વારા કરવામાં આવેલ નથી જે ખુબ ગંભીર બાબત છે. તેથી આપને અમારી માંગણી છે કે તાત્કાલિક અસરથી ખીરસરા ગામે કામગીરી કરીને વીજ પુરવઠો શરૂ કરવામાં આવે અને ગામમાં તેમજ વાડીઓમાં પાવર સપ્લાય ચાલુ કરવામાં આવે. ખીરસરા ગામના રહેઠાણોમાં પણ વીજ પુરવઠો બંધ થયી ગયેલ છે જેના લીધે બાળકો, મહિલાઓ અને વૃધ્ધોને આખો દિવસ વીજળી વગર અંધારામાં રહેવું પડે છે.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
