<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

જુનાગઢ લીલી પરિક્રમામાં ૩૮૫ શખ્‍સો સામે કાર્યવાહી

જુનાગઢ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની આગેવાનીમાં કામગીરી

 (વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા.૧૪:  જિલ્લાના ગીરનાર પર્વતની ફરતે લીલી પરીક્રમા તા.૧૨/૧૧/૨૦૨૪ થી તા.૧૫/૧૧/૨૦૨૪ સુધી આયોજન થયેલ છે. આ લીલી પરીક્રમામાં સંતો, મહંતો, ભાવીકો, શ્રધ્‍ધાળુઓ આ ગીરનારની લીલી પરીક્રમામાં દર્શાનાર્થે તેમજ પ્રવાસે મોટી સંખ્‍યામાં આવતા હોય છે. ચાલુ વર્ષે પણ ગીરનાર લીલી પરીક્રમામાં દ૨ વર્ષેની જેમ ચાલુ વર્ષે પણ ૧૫ લાખથી વધુ શ્રધ્‍ધાળુઓ ઉમટી પડે તેવી શકયતા રહેલ હોય. જે અન્‍વયે જૂનાગઢ રેન્‍જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજાડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાનાં નેતળત્‍વમાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરીસ્‍થિતી જળવાય રહે તેમજ ગીરનારની લીલી પરીક્રમામાં આવનાર શ્રધ્‍ધાળુઓને કોઈ અગવડ ન પડે અને આશરે ૩૬ કિલોમીટર જેટલો ફોરેસ્‍ટ વિસ્‍તાર રહેલ છે. જે ફોરેસ્‍ટ વિસ્‍તારમાં શ્રધ્‍ધાળુઓને સહેલાઈથી પોલીસ મદદ મળી રહે અને પોલીસ શ્રધ્‍ધાળુઓને આ પરીક્રમા દરમ્‍યાન કઈ-કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે માટે પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા બંદોબસ્‍તમાં રોકાયેલ તમામ પોલીસ અધિકારી તથા પોકર્મચારીઓને ગીરનારની પરીક્રમાના દરમ્‍યાન કાયદો અને વ્‍યવસ્‍થા અને શ્રધ્‍ધાળુઓને શકય એટલી તમામ પોલીસ મદદ મળી રહે તેમજ મિલ્‍કત સબંધી ગુના ન બને તે હેતુસર પુરતી તકેદારી રાખી યોગ્‍ય બંદોબસ્‍ત જાળવવા સુચના તથા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ છે.

 ગીરનારની લીલી પરીક્રમામાં મોટી સંખ્‍યામાં માનવ મહેરામણ ઉમટી પડતુ હોય જેથી પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા નળપાણીની ઘોડી, માળવેલા ઘોડી કે જે કપરા ચઢાણ હોય અને પરીક્રમામાં વળધ્‍ધ પણ શ્રધ્‍ધાથી આવતા હોય જેથી આવા વળધ્‍ધ લોકો આવા કપરા ચઢાણ ચડી શકવા સક્ષમ ન હોય તેવા લોકોને પોલીસ લાઠી બની મદદ ક૨વા જણાવવામાં આવેલ હોય. તેમજ સમગ્ર પરીક્રમાના સમગ્ર રૂટ પ૨ કુલ-૪૨ જેટલી પોલીસ રાવટીઓ ઉભી ક૨વામાં આવેલ હોય જે રાવટીઓમાં રાઉન્‍ડ ધ પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવેલ છે. અને ૩૮૫ શખ્‍સો સામે ગુન્‍હા નોંધીને કાર્યવાહી કરાઇ છે.

(2:21 PM IST)