<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

જેતપુરના કારખાનામાં બોઇલરના ઓઇલનો પાઇપ ફાટતા વિકરાળ આગ ભભૂકી

ફાયર બ્રિગેડની ૩ ગાડીઓ દ્વારા ૨ કલાકે આગ કાબુમાં

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૪:  જેતપુરમાં કારખાનામાં મોડી રાતે આગ લાગી હતી ધોરાજી રોડ ખાચરીયા ઉધોગ નગરમાં આવેલ રામેશ્વર એકસપોર્ટ ઇન્‍ડિયા નામના કારખાનામાં રહેલ વિશાળ બોઇલરમાં આગ લાગી હતી.

બોઇલરની ઓઇલનો પાઇપ આકસ્‍મિક રીતે ફાટતા આગ ભભુકી હતી આગ એટલી વિકરાળ હતી દુર દુર સુધી ધુમાડાના ગોટા દેખાતા હતા આગ લાગતા  નગરપાલિકા ફાયર ફાઇટરના ત્રણ ગાડી ઘટના સ્‍થળ પહોંચી હતી બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આગ લાગવાને કારણે યુનિટનું બોઇલર તેમજ કારખાનામાં રહેલ કાપડ સહિત વસ્‍તુઓ બળીને ખાખ થઇ ગયા હતા. રામેશ્વર એકસપોર્ટ ઇન્‍ડિયા નામના કારખાનામાં આગ લાગતા મોટી નુકસાની થઇ હોવાનો અંદાજ લગાડાઇ રહ્યો છે.

(1:56 PM IST)