News of Friday, 15th November 2024
કાર્તિકી પુર્ણિમાનો મેળો વર્ષો પહેલા શ્રી સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં ભરાતો
આ મેળાની પરંપરા વર્ષો પહેલાનીઃ આજે પણ ઉમટે છે અનેક પ્રવાસીઓ

(ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ, તા., ૧પઃ વિક્રમ સવંત ૧૨૨૫માં સોમનાથનો જીર્ણોધ્ધાર કરીને નવી પ્રાણ પ્રતિષ્ઠા કાર્તિક પુર્ણિમાએ કરેલી અને તે પહેલાં ભીમદેવ પહેલાએ સવંત ૧૦૮૬માં સોમનાથ મહાદેવનું પૂજન કરીને ગ્રામદાન કરેલું અને સોમનાથમાં શુકલ ચર્તુદશીથી કૃષ્ણ દ્વિતીયા સુધી કાર્તિક પુર્ણિમાનો મેળો ભરાતો હતો.
સરસ્વતી, હિરણ અને કપિલા નદીઓના ત્રિવેણી સંગમ ઉપર સ્નાન કરી મોક્ષ પીપળે પાણી રેડવા માનવ સમુદાય એકત્રીત થતો જેને કારણે નાના-નાના ધંધાવાળા આવતા જે મેળાનું જ સ્વરૂપ હતું.
મિરાતે અહેમદીના જણાવ્યા પ્રમાણે સોમનાથના સાગર સંગમ પાસે કાર્તિક પુર્ણીમાએ સ્નાન કરવાથી પુણ્ય મળે છે. જેથી ત્યાં માન્યતાને કારણે મેળો ભરાતો હતો.
આચાર્યશ્રી હેમચંન્દ્રાચાર્યે પણ સોમનાથમાં ઉજવાતા પર્વો -ઉત્સવો વિષે જે વર્ણન આલેખ્યું છે તે આજના મેળાના સ્વરૂપને મળતુ આવે છે.
કાર્તિક પુર્ણિમા મહત્વ વિષે ત્રિપુર નામના દૈત્ય સબંધી કથા સ્કંધપુરાણમાં ઉલ્લેખ છે. તો સોમનાથ મંદીરના ૧૫૧ ફુટ ઉંચા કૈલાસ મહામેરૂપ્રાસાદ નામે ઓળખાતા આ ભવ્ય દેવાલયના શિખર ઉપર ચંન્દ્ર સીધી લીટીમાં ગોઠવાય છે તે શ્રધ્ધા-ખગોળીય ઘટના પણ નોંધનીય છે.
મોલ-ઓનલાઇન ખરીદી અને બારેય માસ ઝાકમઝાળવાળી દુકાનોના યુગમાયે લોકોમાં મેળાનું વળગણ યથાવત જ અડીખમ છે.
સોમનાથના પ્રાચીન મેળાઓ અંગે સ્મૃતિઓ વાગોળતાં સોમનાથના ભાસ્કર વૈદ્ય કહે છે.
સોમનાથનો મેળો પહેલા હાલના સોમનાથ મંદિરના પટાંગણ પાસે જ ભરાતો અને સ્ટોલનો ભાવ હતો માત્ર રૂપીયા પચાસ. એ પછી મેળો વાઘેશ્વરી મંદિર પાસે સમુદ્રતટમાં ફેરવાયો અને પછી દેહોર્ત્સગ-ગોલોકધામ ફેરવાયો અને હવે બાયપાસ રોડ ઉપર સદભાવના મેદાનમાં યોજાય છે.
તે મેળો એટલે બોલીવુડની કોઇ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ અને ર૦ર૪ની હાઇટેકનોલોજીવાળી ફિલ્મ જેવું અંતર છે.
સોમનાથના મેળામાં કોઇ બાફેલી, મકાઇ, કાવો, લાઇવ તેલથી ચળકતા ઢોકળાં અને લાલચટક ચટણી ઢગલાબંધ ફાસ્ટ ફુડો તે જમાનામાં ન હતા. માત્ર ચીભડા, જમરૂખ, શેરડી, ગરમ ધાબળા, ચાની હોટલો, ગરમા ગરમ ગાંઠીયા હતા
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
