News of Friday, 15th November 2024
જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈને નોટિફિકેશન : કુલ 60 બેઠકો : 20 બેઠકો બિનઅનામત જાહેર : જુઓ સંપૂર્ણ યાદી
15 વોર્ડના મતદારો અને અનામત બેઠકને લઈને ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું બહાર પડાયું

જૂનાગઢમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે, ત્યારે 15 વોર્ડના મતદારો અને અનામત બેઠકને લઈને ચૂંટણીપંચ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કુલ 15 વોર્ડને લઈને મતદાર-અનામત બેઠકની જાહેરાત કરી છે. જેમાં કુલ 60 બેઠકો છે. જ્યારે કુલ અનામત બેઠકો 40 અને બિનઅનામત બેઠકો 20 છે.
જૂનાગઢમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છેલ્લા ઘણાં સમયથી થઈ નથી, તેવામાં હવે રાજ્યના ચૂંટણીપંચે કોર્પોરેશનની ચૂંટણીને લઈને વોર્ડના મતદારો અને અનામત બેઠકની જાહેરાત કરી છે, ત્યારે જૂનાગઢમાં કોઈપણ નજીકના સમયમાં સામાન્ય ચૂંટણી યોજાઈ શકે છે.
રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કુલ 15 વોર્ડને લઈને મતદાર-અનામત બેઠકની જાહેરાત કરી છે. જેમાં કુલ 60 બેઠકો છે. જ્યારે કુલ અનામત બેઠકો 40 અને બિનઅનામત બેઠકો 20 છે.

(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
