<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

૭,૧પ,૪૧૩ ભાવિકોએ કરી લીલી પરિક્રમાઃ હવે સફાઇ કરાશે

૪ દિવસ દરમિયાન ભાવિકો પાસેથી ર ટન પ્‍લાસ્‍ટિક એકત્ર કરાયુઃ જંગલ વિસ્‍તાર ખાલી થઇ ગયો

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા. ૧૬ : ગિરનાર પરિક્રમા પૂર્ણ થતા હવે સમગ્ર રૂટની સફાઈનું કાઉન્‍ટ ડાઉન શરૂ કરી દેવામાં આવ્‍યું છે. શુક્રવારે ગિરનારની લીલી પરિક્રમા વિધિવત પૂર્ણ થઈ હતી. આ વખતે ૭,૧૫,૪૧૩ યાત્રિકોએ પુણ્‍યનું ભાથું બાંધ્‍યું હતું.

છેલ્લા છ વર્ષથી ગિરનાર પરિક્રમામાં દર વર્ષે યાત્રિકોની સંખ્‍યામાં વધારો થતો હતો પરંતુ આ વર્ષે ખેતીની સિઝન અને અન્‍ય કારણોસર પરિક્રમાથીઓની સંખ્‍યા વધવાને બદલે ઘટવા પામી હતી. શુક્રવારની સવારે ૮ વાગ્‍યા સુધીમાં ૭,૧૧,૮૩૩ અને બાદમાં સાંજે ચાર વાગ્‍યે નળ પાણીની ઘોડી ખાતે ૭,૧૫,૪૧૩ યાત્રિકો નોંધાયા હતા. આમ પરિક્રમા પૂર્ણ થતા જંગલ વિસ્‍તાર ખાલી થઈ ગયો હતો.

દર વર્ષે પરિક્રમા પૂરી થયા પછી ગિરનારનો જંગલ વિસ્‍તાર પ્‍લાસ્‍ટિકનો ઉકાળો બની જતો હોય છે પરંતુ આ વખતે પ્રથમવાર પ્‍લાસ્‍ટિક મુક્‍ત પરિક્રમાના ભાગરૂપે ભાવિકોને પ્‍લાસ્‍ટિક મુદ્દે તપાસી બાદમાં જ ઙ્કવેશ આપવામાં આવ્‍યો હોવાથી પ્‍લાસ્‍ટિકનો મોટો જથ્‍થો જંગલના રૂટ પર જતો અટકયો છે.

એટલું જ નહીં વન વિભાગ દ્વારા અગાઉથી જ સફાઈ કર્મીઓ મારફત રૂટની સફાઈ શરૂ કરી દેવામાં આવી હતી દર વખતે રૂટ પરથી ટન મોઢે પ્‍લાસ્‍ટિકનો જથ્‍થો બહાર કાઢવામાં આવતો હતો આ વખતે ટનને બદલે કિલોમાં પ્‍લાસ્‍ટિક રૂટ પરથી મળે તેવી સંભાવના છે.

પ્‍લાસ્‍ટિક મુક્‍તના ઉદેશથી પરિક્રમા દરમિયાન ૭૨ પ્રકળતિ મિત્રો ખડે પગે રહ્યા હતા ચાર દિવસમાં યાત્રિકો પાસેથી બે ટન પ્‍લાસ્‍ટિક એકત્ર કરવામાં આવ્‍યું હતું અને સાથે સાથે કાપડની એક લાખ થેલીનું વિતરણ કરાયું હતું. પરિક્રમાનું સમાપન થતાં હવે સમગ્ર રૂટની સફાઈ કર્મીઓ મારફત વન વિભાગ દ્વારા સફાઈ હાથ ધરવામાં આવશે અને દસેક દિવસમાં ગિરનાર જંગલને સંપૂર્ણપણે ચોખ્‍ખું ચણાક કરી દેવાનો વન વિભાગે દાવો કર્યો છે.

(10:55 AM IST)