તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Saturday, 16th November 2024
લીલી પરિક્રમામાં ર૧ મોબાઇલની ચોરી કરનારા ૪ ઝડપાયાઃ ક્રાઇમ બ્રાન્ચને સફળતા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૬: રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા અપાયેલ સુચના બાદ લીલી પરિક્રમામાં મોબાઇલ ચોરનાર ૪ને ર૧ ફોન સાથે ઝડપી લીધા છે.
(૧) રાની ભીખુભાઇ દોલાભાઇ કારોલીયા, ઉ.વ. ૧૯ રહે. રાજકોટ, રૈયા ચોકડી પાસે, આલાપ ગ્રીન સીટી (ર) રાજુ ઉર્ફે બુચો ભરતભાઇ દોલાભાઇ કારોલીયા, ઉ.વ. ૧૯ રહે. જામનગર, સાત રસ્તા, બાયપાસ પાસે, ઝુંપડામાં (હાલ) રાજકોટ, રૈયા ચોકડી પાસે, આલાપ ગ્રીન સીટી પાસે (૩) રમેશ ઉફેર્ઢ ડુટો દલાભાઇ જગાભાઇ સોલંકી ઉ.વ. ર૦ રહે. રાજકોટ, ગોંડલ ચોકડી, વાવડી રોડ, પુનિત નગર, પાણીની ટાંકીની સામે, ઝુંપડામાં (૪) દુદાભાઇ ઉર્ફે ભાદીયો ભુપતભાઇ રાજુભાઇ સોલંકી, ઉ.વ. રપ, રહે. રાજકોટ, ગોંડલછ ચોકડી, વાવડી રોડ, પુનિતનગર, પાણીની ટાંકધીની સામે, ઝુંપડામાંની ધરપકડ કરી છે.
આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચના પો. ઇન્સ. જે. જે. પટેલ તથા એ.એસ.આઇ. પુંજાભાઇ ભારાઇ તથા પો. હેડ કોન્સ. વનરાજસિંહ ચુડાસમા, પો. કોન્સ. ચેતનસિંહ સોલંકી, સી ડીવીઝન પો. સ્ટે.ના સંજયભાઇ ચૌહાણ તથા ચોરવાડ પો. સ્ટે.ના પો. કોન્સ. સુખદેવસિંહ સિસોદીયા તથા પો. હેડ કવા.ના પો. હેડ કોન્સ. પ્રકાશભાઇ ડાભી વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
