News of Saturday, 16th November 2024
માળીયા (મીં)ના ખાખરેચી ગામે વીજ લાઈન નાખવાના વિરોધ મુદ્દે આંદોલનના મંડાણ
પીઆઇ અને જી.પં.સદસ્ય વચ્ચે ચકમક ઝરીઃ કલેકટર અને એસપીનો હુકમ છે તેવું જણાવી ખેડૂતોને સાંભળ્યા પણ નહીં

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૧૬ : માળિયા મિયાણાના ખાખરેચી ગામે વીજલાઈન નાખવા મુદ્દે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. આ મામલે ગામેગામ બેઠકો શરૂ થઈ ગઈ. ઉપરાંત હવે આગામી દિવસોમાં મોટા આંદોલનની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે.
પ્રાઇવેટ વીજ કંપનીના અધિકારીઓએ ખેડૂતોનો વિરોધ હોવા છતાં બળજબરીથી કામ ચાલુ કર્યું છે. જેનો વિડીયો પણ વાયરલ થયો છે. આ વીડિયોમાં ‘કલેકટર અને એસપીનો હુકમ છે કામ નહી રોકાય, કામ રોકાવી જુઓ ખબર પડે' આમ પોલીસે ખેડુતોને સાંભળ્યા વગર જ કંપનીનું કામ શરૂ કરાવી દીધું છે.
આ મામલે જિલ્લા પંચાયત સદસ્ય મહેશભા પારેજિયાએ જણાવ્યું કે વીજ પોલમાં માર્કેટ વેલ્યુ પ્રમાણે કંપની વળતર આપવા તૈયાર છે. પણ કંપની વીજ તારમાં કઈ વળતર આપવા ઇચ્છતી નથી. આ મામલે પણ આંદોલન મોટું થવાનું છે અંદાજે ૨થી ૩ હજાર લોકો એકત્ર થશે.એટલે હવે આંદોલનની નવી તારીખ જાહેર કરવામાં આવશે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
