News of Saturday, 16th November 2024
ભાડલા પાસે શંકાસ્પદ અમેરીકન ડોલરના જથ્થા સાથે ૩ શખ્સોને રૂરલ એસઓજીએ ઝડપી લીધા
પકડાયેલ ત્રણેય શખ્સો મજુરી કામ કરે છે અને તેની સાથે કામ કરતા યુ.પી.ના શખ્સો ડોલર લાવ્યાની કબુલાત આપીઃ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

તસ્વીરમાં પકડાયેલ ત્રણેય શખ્સો નજરે પડે છે.
રાજકોટ તા.૧૬: જસદણના ભાડલા પાસે શંકાસ્પદ અમેરીકન ડોલરના જથ્થા સાથે ૩ શખ્સોને રૂરલ એસઓજીએ ઝડપી લીધા હતા. પકડાયેલ ત્રણેયએ આ ડોલર તેની સાથે કામ કરતા યુ.પી.ના શખ્સો લાવ્યાની કબુલાત આપતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ, રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર પ્રવળતી કરતા ઇસમો પર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે અનુસંધાને એસ.ઓ.જી પો.ઇન્સ એફ.એ.પારગી સ્ટાફ સાથે જસદણ તથા ભાડલા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ વિજયભાઇ વેગડને ખાનગી રાહે હકિકત મળેલ કે, જસદણ કમળાપુર રોડ, બરવાળા ગામના પાટીયા સામે આવેલ ખોડીયાર હોટેલ ખાતે ભાવેશભાઇ ઉગરેજીયા, ચંદુભાઇ ઉગરેજીયા રહે, બન્ને કમળાપુર તથા અજય ચુડાસમા રે. હડમતીયા ઉમરાળા એમ ત્રણેય ત્યાં હાજર હોય અને તેઓની પાસે શંકાસ્પદ અમેરીકન ડોલરની ચલણી નોટો હોય, જે મળેલ હકીકત વાળી જગ્યાએ ઝડતી તપાસ કરતા ત્રણેય ઇસમોના કબ્જામાંથી ફેડરલ રીઝર્વ નોટ ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરીકા ની વન ડોલરની ચલણી નોટો-૨, ફેડરલ રીઝર્વ નોટ ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરીકાની ૧૦૦ ડોલરની ચલણી નોટો-૯૪ તથા ભારતીય ચલણની ૫૦૦ ના દરની અસલ નોટો-૨૮૨ કિ.રૂ.૧,૪૧,૦૦૦/ અને મોટર સાયકલ નંગ-૨ કિ.રૂ.૪૦,૦૦૦/- કબ્જે કરી ભાડલા પોલીસને હવાલે કર્યા હતા.પકડાયેલ ઉકત ત્રણેય શખ્સોએ આ ડોલરનો જથ્થો તેની સાથે મજુરી કામ કરતા યુ.પી.ના શખ્સો લાવ્યાની કબુલાત આપતા પોલીસે તપાસ હાથધરી છે.આ કાર્યવાહીમાં રૂરલ એસઓજીના હેડકો. વિજયગીરી ગોસ્વામી, ચિરાગભાઇ કોઠીવાર, રઘુભાઇ ઘેડ તથા ડ્રા.પો.હેડ.કોન્સ નરશીભાઇ બાવળીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
