News of Saturday, 16th November 2024
ગોંડલ પંથકમાં સાધુના વેશમાં સોનાના દાગીના પડાવી લેતા બે શખ્સોને રૂરલ એલસીબીએ ઝડપી લીધા
ગોંડલના મોવિયા અને સુલ્તાનપુરના દેવડા ગામ પાસે બે સાથે છેતરપીંડી કરી'તીઃ અમરેલી- બાબરા પંથકમાં પણ છેતરપીંડી કર્યાનું ખુલ્યુ

રાજકોટ તા.૧૬: ગોંડલ પંથકમાં સાધુના વેશમાં સોનાના દાગીના પડાવી લેતા બે શખ્સોને રૂરલ એલસીબીએ ઝડપી લીધા હતા. પકડાયેલ બંન્ને શખ્સોએ ગોંડલ ઉપરાંત અમરેલી અને બાબરા પંથકમાં પણ છેતરપીંડી કરી સાોનાના દાગીના ઓળવી લેવાની કબુલાત આપી છે.
મળતી વિગતો મુજબ ગઇ તા.૦૨/૧૧/૨૦૨૪ ના રોજ મોવીયા ગામે ફરીયાદી કાન્તિભાઇ ઘુસાભાઇ ભાલાળા રહે.મોવીયા વાળા ને એક સફેદ કલરની ફોર વ્હીલ ગાડી આવી અને તેમાં એક સાધુના કપડા પહેરેલ માણસ તથા એક માણસ હોય આ માણસે ફરીયાદી સાથે વાતો કરી વિશ્વાસમાં લઈ પોતે દિગંબર સાધુ હોવાનું જણાવતા ફરીયાદીએ તેના પાસે જઇ તેના દર્શન કરેલ અને પછી ફરીયાદીએ સાધુ બનેલ ઈસમને ૨૦ રૂપિયાની નોટ આપતા તેમણે તેમાં કાઇક વસ્તુ મુકી તે નોટ પરત આપી કહેલ કે આ નોટ ઘરે સાચવીને રાખજે તારૂ કલ્યાણ થાશે બાદ કહેલ કે તે જે ગળામાં સોનાની રૂદ્રાક્ષની માળા પહેરેલ છે તે મને આપી દે હું તેની ઉપર વીધી કરી તને પાછી આપી દઇશ તેવો ભરોષો વિશ્વાસ અપાવતા ફરીયાદીએ તેના ગળામાં પહેરેલ સોનાની માળા સાધુ બનેલ ઈસમને આપતા તેની સાથે વાત ચીત કરતા કરતા તેની ફોર વ્હીલ ગાડી ચલાવી જતા રહેલ હોય આમ ફરીયાદીની રૂદ્રાક્ષના પારા વાળી સોનાની માળા આશરે ત્રણ તોલા વજનની કી.રૂ.૨,૨૦,૦૦૦/ની લઇને બન્ને અજાણ્યા ઇસમો જતા રહેલ હોય જે અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા જીલ્લાના નાયબ પોલીસ મહાનિરિક્ષક જયપાલસિંહ રાઠોડેએ બનતા વણ શોધાયેલ ગુન્હાઓ / તેમજ જીલ્લામાં બનતા મિલ્કત સંબધી ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને પકડી પાડવા જરૂરી ટીમ બનાવી ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય. એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સપેકટર વી.વી.ઓડેદરાના માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. રવિદેવભાઇ બારડ, રોહિતભાઇ બકોત્રા, વકારભાઇ અરબ, પો.કોન્સ.પ્રકાશભાઇ પરમારએ હયુમન શોર્ષીસ તથા ટેકનીકલ મળેલ બાતમી આધારે આરોપી (૧) નેનુનાથ ઉર્ફે મુન્નાનાથ જવરનાથ સોલંકી રહે. સારસણા વાદીપરા તા. થાન તથા (૨) સુરજનાથ જવરનાથ સોલંકી વીંગ રહે. મોટા ભોજપરા વાદી વસાહત તા. વાંકાનેરને હયુન્ડાઇ આઇ-૧૦ કાર રજી. નં. જી.જે.૦૩ એચ.કે. ૯૪૩૯ કી.રૂ. ૨,૫૦,૦૦૦/, સોનાની રૂદ્રાક્ષના પાળાની માળાની કી.રૂ. ૨,૨૦,૦૦૦/, રોકડા રૂપિયા ૫૦૦૦/ મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ. ૫૦૦/ તથા મળી કુલ ૪.૭૫ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
પકડાયેલ બન્ને આરોપીઓ ઉપરોક્ત ગુન્હા સીવાય સુલ્તાનપુર પાસે દેવડા ગામ તથા અમરેલી ચરખા, બાબરા વિગેરે જગ્યાએ આજ રીતે સાધુનો વેશ ધારણ કરી લોકોને સાધુ હોવાનું કહી વિશ્વાસમાં લઈ દાગીના તથા રોકડ રૂપિયા લઇ જતા રહેલ તથા લઈ જવા પ્રયાસો કર્યાની કબુલાત આપી છે.
આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના બાલકળષ્ણ ત્રીવેદી, પો.હેડકોન્સ ભગીરથસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, વાઘાભાઇ આલ, પો.કોન્સ મેહુલભાઈ સોનરાજ, પ્રકાશભાઇ પરમાર, મહીપાલસિંહ ચુડાસમા તથા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી જે.પી. રાવ, પો.હેડકોન્સ. રૂપકભાઇ બોહરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રવિરાજસિંહ વાળા પો.કોન્સ. રણજીતભાઈ ધાધલ જોડાયા હતા
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
