<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

ધોરાજી તાલુકા ના સુપેડી ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની બસ સળગી : 20 જેટલા પેસેન્જરનો આબાદ બચાવ :જુઓ વિડીયો

પોરબંદરથી રાજકોટ શક્તિ ટ્રાવેલ્સની બસ જતી હતી ત્યારે સુપેડી નજીક અચાનક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી : કંડકટર અને ડ્રાઇવરની સૂચકતાથી તમામ પેસેન્જરનો બચાવ

 

 

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી તાલુકા ના સુપેડી ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સ ની બસ સળગી 20 જેટલા પેસેન્જરનો આબાદ બચાવો થયો હતો
પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજી તાલુકાના સુપેડી ગામ નજીક રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે પાસે પોરબંદર થી રાજકોટ આવતી ખાનગી શક્તિ ટ્રાવેલ્સની બસમાં અચાનક બપોરના ચાર વાગ્યા આસપાસના સમયમાં શોર્ટ સર્કિટ થતા અચાનક ગાડીમાં એન્જિનમાંથી ધુવાડો નીકળવા લાગતા તાત્કાલિક શક્તિ ટ્રાવેલ્સના ડ્રાઇવર અને કંડકટર એ બસ તાત્કાલિક રોકાવી અને બસમાં બેઠેલા તમામ પેસેન્જરને તાત્કાલિક ઝડપથી ઉતરી જવાનું જણાવી અને લોકોને તાત્કાલિક પોતાનો માલ સમાન સાથે નીચે ઉતારી ગયા હતા અને અચાનક જ થોડી જ ક્ષણોમાં આગ નું  સ્વરૂપ વધી જતા સ્થળ ઉપર નેશનલ હાઇવે ઉપર જ આ વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને મોટી જાનહાની સર્જાઈ તેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું આ સમયે તાત્કાલિક એ વિસ્તારના લોકોએ નગરપાલિકા ફાયર ફાઈટરને જાણ કરતા ધોરાજી નગરપાલિકા માંથી ફાયર ફાઈટર તાત્કાલિક દોડી આવી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો

આ સમયે નજરે જોનાર મનસુખભાઈ બારોટ એ જણાવેલ કે પોરબંદર થી બપોરે 2:00 વાગે આસપાસ શક્તિ ટ્રાવેલ્સની ખાનગી બસ રાજકોટ જવા રવાના થઇ હતી અમો આ ગાડીમાં બેઠા હતા ત્યારે ધોરાજીના સુપેડી નજીક પહોંચતા અચાનક ગાડીમાં એન્જિનમાંથી ધુવાડો નીકળવા લાગતા તાત્કાલિક ડ્રાઈવરે બ્રેક મારી દેતા અને કંડક્ટરે તમામ લોકોને તાત્કાલિક નીચે ઉતરી જવાનું કહેતા અમોએ તાત્કાલિક માલસામાન લઈને નીચે ઝડપથી ઉતરી ગયા હતા એટલી જ ક્ષણોમાં બસમાં આગ નું સ્વરૂપ વધી જતા થોડીક ક્ષણમાં બસે વિકરાળ સ્વરૂપ આગનું ધારણ કર્યું હતું અને નગરપાલિકાને કોઈ જાણ કરતા તાત્કાલિક ધોરાજી નગરપાલિકાનું ફાયર ફાઈટર આવતા આગ ને કાબુ માં લેવાનો પ્રયાસ કરી થોડી ક્ષણોમાં આવી ગઈ હતી પરંતુ બસ આખી બસ થઈ ગઈ હતી

આ સમયે ધોરાજી તાલુકા પોલીસ માંથી મનીષભાઈ વરુ એ જણાવેલ કે અમોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અંદાજે 20 જેટલા પેસેન્જરો હતા તેઓનો ચમત્કારીક ડ્રાઈવર અને કંડકટરના માધ્યમથી બચાવ થયો છે અને આ બાબતે ધોરાજી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ તપાસ ચલાવી રહ્યા છે

 

(9:26 PM IST)