તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Saturday, 16th November 2024
ધોરાજી માં કોમી એકતાના પ્રતીક સમાન હજરત ખ્વાજા મોહકમુદ્દિન સેરાનીનો 248 મો ઐતિહાસિક ઉર્ષનો મેળો ઉજવાશે
તા 28 નવેમ્બરથી 4 દિવસ સુધી ઉર્ષના મેળાનું ખાદીમ દરગાહ દ્વારા ભવ્ય આયોજન: બપોરે 3 કલાકે વિશાળ સંદલ શરીફ નીકળશે : અંતિમ દિવસે ગુસ્લ શરીફ અને કુલ શરીફ ની રશ્મ બાદ ઉર્ષ ના મેળાની થશે પુર્ણાહુતિ

ધોરાજી:ધોરાજીમાં કોમી એકતાના પ્રતીક સમાન હજરત ખ્વાજા મોહકમુદ્દિન સેરાની
નો 248મો ઐતિહાસિક ઉર્ષનો મેળો ઉજવાશે
સૌરાષ્ટ્ર ભરના હિન્દુ મુસ્લિમોની આસ્થાનું કેન્દ્ર અને સૌરાષ્ટ્ર ભરમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા અને ગરીબોના બેલી દુઃખી દિલોના સહારા એવા હજરત ખ્વાજા મોહકમુદ્દિન સેરાનીના ઉર્ષના મેળાની શાનદાર ઉજવણી એકતા અને વિવિધતા સાથે કરવામાં આવશે
હજરત ખ્વાજા મોહકમુદ્દિન સેરાનીના ખાદીમ સૈયદ યાકુબ મિયા ગુલામ મહ્યોદ્દીનન સૈયદ અસગર મિયા ગુલામ મહ્યોદ્દીનન સૈયદ અહેમદ મિયા મોહંમદ હુસેન મિયા સૈયદ પીર એ તરીકત સૈયદ મેહમુદ મિયા મોહંમદ હુસેન મિયા વગેરે ની અધ્યક્ષતા માં ઉર્ષ મેળાની ઉજવણી ની તડામાર તૈયારી ચાલી રહી છે
આ બાબતે માહિતી આપતા દરગાહ શરીફના ખાદીમ પીર એ તરિકત સૈયદ મહેમુદ મિયા મોહંમદ હુસેન મિયા એ જણાવેલ હતું કે તા 28 નવેમ્બર ગુરુવારથી ઉર્ષના મેળાનું પ્રારંભ થશે
4 દિવસ સુધી ઉર્ષ ની ખુબજ એકતા અને વિવિધતા સાથે ઉજવણી કરવામાં આવશે ઉર્ષ ના 4 દિવસ સુધી દરોજ સાંજે ખાદીમ દરગાહની ઉપસ્થિતિ માં સલામી બાદમાં દુઆ એ ખેર અને રાત્રે 10 કલાકે મહેફિલ મિલાદ શરીફ સહિત ના કાર્યકર્મ યોજશે
તા 28 નવેમ્બર ગુરુવાર ના રોજ બપોરે 3 કલાકે દરગાહ શરીફ ના ખાદીમની ઉપસ્થિતિ માં ખાદીમ દરગાહ નું સન્માન અને બાદ માં વિશાળ સંદલ શરીફ નીકળશે જે. દરગાહ શરીફ પર થી પ્રારંભ થાઈ અને લાખાપીર મેઇન બજાર ત્રણ દરવાજા થઈને રાત્રે 8 કલાકે દરગાહ શરીફ પર પૂર્ણ થશે સંદલ શરીફ માં જંબુર ના સીદી બાદશાહ નું આદિવાસી નૃત્ય લોકો ના આકર્ષણ નું કેન્દ્ર બનશે
ઉર્ષ ના મેળા માં ચાર દિવસ સુધી હિન્દુ મુસ્લિમો દરગાહ શરીફ પર ફૂલ ચાદર ચડાવી અને શીશ જુકાવી અને ધન્યતા અનુભવશે
ઉર્ષ ના અંતિમ દિવસે તા 2 નવેમ્બર સોમવારે વહેલી સવારે દરગાહ શરીફને ગુસલ શરીફ ની રસમ અને સવારે 8 કલાકે કુલ શરીફની રસમ બાદ ઉર્ષ મેળાની પુર્ણાહુતિ થશે
ઉર્ષના મેળામાં પધારવા દરગાહ શરીફના ખાદીમએ એક યાદીમાં જણાવેલ છે
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
