તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 16th November 2024
યોગના માધ્યમથી ડાયાબિટીસ નાબૂદ કરવાનું સરકારના કાર્ય ને અભિનંદનને પાત્ર:ડો.જગદીશ બોસમીયા એમડી
ધોરાજી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાત સરકાર દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ડાયાબિટીસ યોગ શિબિરનો પ્રારંભ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી:ધોરાજી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવારે પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે આયોજિત ધોરાજીના જુનાગઢ રોડ ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સંસ્થા ખાતે યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વિશ્વ ડાયાબિટીસ દિવસના માધ્યમથી ધોરાજીને આંગણે ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ડાયાબિટીસ કેમ્પના યોગ શિબિર નો ધોરાજીના જાણીતા ડોક્ટર જગદીશ બોસમિયા એમડી જુનાગઢ જિલ્લાના પ્રભારી તેમજ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ શ્રીજી લેબોરેટરી વાળા પલવીબેન પટેલ ધોરાજી બજરંગ દળ ના પ્રમુખ બ્રિજેશભાઈ કાચા રાજકોટ તાલુકા કોર્ડીનેટર હિતેશભાઈ કાચા ધોરાજી તાલુકા યોગકોચ દક્ષાબેન હિરપરા ગોંડલ તાલુકા યોગકોચ હેતલબેન ઠુંમર વિગેરે મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને યોગ્ય શિબિરને ખુલ્લી મુકી હતી
આ પ્રસંગે ધોરાજીના જાણીતા ડોક્ટર જગદીશ બોસમીયા એમડી એ યોગ શિબિરને પ્રારંભ કરાવતા જણાવેલ કે યોગના માધ્યમથી ડાયાબિટીસ નાબૂદ કરવાનું સરકારના કાર્ય ને અભિનંદન ને પાત્ર છે અને ધોરાજીના લોકો વધુમાં વધુ ડાયાબિટીસ યોગ શિબિરમાં જોડાઈ તેના માટે ખાસ ભાર મૂક્યો હતો. આ બાબતે 15 દિવસના આ તાલીમ વર્ગમાં હું વિશેષ માહિતી માટે ફરી આવીશ તેઓ પણ જણાવેલું હતું
ગોંડલ તાલુકાના યોગ કોચ હેતલબેન ઠુંમર તેમજ ધોરાજી તાલુકા યોગકોચ દક્ષાબેન હિરપરાએ ડાયાબિટીસના દર્દીઓને યોગના માધ્યમ દ્વારા ડાયાબિટીસ મુક્તિ કેવી રીતે મેળવવી તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને 15 દિવસ એ આ કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લ્યે તે વિશે ભાર મૂક્યો હતો
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ દ્વારા ડાયાબિટીસ ગુજરાત પુસ્તકનું વિમોચન ધોરાજીના જાણીતા ડોક્ટર જગદીશ બોસમિયા એમડી જુનાગઢ જિલ્લાના પ્રભારી તેમજ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ. શ્રીજી લેબોરેટરી વાળા પલવીબેન પટેલ ધોરાજી બજરંગ દળ ના પ્રમુખ બ્રિજેશભાઈ કાચા. રાજકોટ તાલુકા કોર્ડીનેટર હિતેશભાઈ કાચા. ધોરાજી તાલુકા યોગકોચ દક્ષાબેન હિરપરા. ગોંડલ તાલુકા યોગકોચ હેતલબેન ઠુંમર વિગેરે મહાનુભાવોના વરદ હસ્તે પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું
ધોરાજી યોગ ટીચર દક્ષાબેન હિરપરા એ જણાવેલ કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે આયોજિત યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વિશ્વ ડાયાબિટીસ દિવસના માધ્યમથી ધોરાજીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ 14 અને ગુરુવારથી તારીખ 28 નવેમ્બર સુધી એટલે કે 15 દિવસ સુધી ડાયાબિટીસ યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલું છે જેનો વધુમાં વધુ લોકો લાભ લઈએ તેવું જણાવેલું હતું
અંતમાં યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજી દ્વારા સમગ્ર ગુજરાતમાં આ પ્રકારના કાર્યક્રમો શરૂ કર્યા છે જેમાં ધોરાજી વિસ્તારનો વારો આવ્યો છે અને સમગ્ર ધોરાજી પંથકમાં ડાયાબિટીસ ધરાવતા ભાઈ બહેનો વધુમાં વધુ લાભ લઈને ડાયાબિટીસ મુક્ત બને તે માટેનો પ્રયાસ આજથી શરૂ કરવામાં આવ્યો છે તે અંગે યોગ સેવક શિશપાલજી દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું
કાર્યક્રમને સફળ બનાવવા માટે ધોરાજી યોગ કોચ ના તમામ ભાઈ બહેનોએ જહેમત ઉઠાવી હતી
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
