<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

ધ્રોલ જામનગર રાજકોટ હાઇવે પર જાયવા નજીક આશાપુરા હોટલ પાસે એકટીવા ને પાછળ થી બોલેરાએ હડફેટ લેતા ભયંકર અકસ્માત એક જ પરીવાર ત્રણ મોત હાહકાર

પતી પત્ની નુ ધટના સ્થળેજ કરુણ મોત પુત્રી ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલીક ધ્રોલ સરકારી હોસ્પિટલ સારવાર ખસેડાઈ ત્યા મોત થયુ

ધ્રોલના જામનગર રાજકોટ હાઇવે પર આવેલા જાયવા લૈયારા વચ્ચૈ આવેલ આશાપુરા હોટલ પાસે એકટીવા નં g.j. 3 fj - 3413 નંબર ને બોલેરો g.j.03 bw- 2320 નંબર ના ચાલકે હડફેટ લેતા ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં પતી પત્ની અને પુત્રી નુ ત્રણ લોકોના મોતથી ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે મળતી વિગત અનુસાર સંજયભાઈ રમેશભાઈ ચોટલીયા ઉ.મ. ૩૭ અને તેમના ધર્મ પત્ની ઈનાબેન સંજયભાઈ ચોટલીયા ઉ.મ. ૩૬ અને તેમની પુત્રી નિષ્ઠાબેન સંજયભાઈ ચોટલીયા ઉ.મ.૭ રે. ચણોદ વાપી મુળ ધ્રોલ તાલુકા ના ભેંસદડ ગામના રહેવાસી છે તેઓ રાજકોટ થી ધ્રોલ તરફ આવતા હતા દરમિયાન ઘોજારો અકસ્માત સર્જાયો જેને પડધરી 108 તાત્કાલીક પહોચી હતી એક બાળકીને ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવી હતી તેઓ નુ મોત થતા કુલ ત્રણ મોત ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી ધ્રોલ પોલીસ દ્રારા ત્રણ મૃતક પરીવાર ને જાણ કરી અને ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ. કરી આગળ ની તપાસ ધ્રોલ પી.આઇ. રાઠોડ હાથ ધરી ( સંજય ડાંગર ધ્રોલ અકિલા )

 

(3:24 PM IST)