<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શને વડતાલ ગાદી પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને દિવ્ય વાઘાનો શણગાર તથા ફુલનો દિવ્ય શણગાર : ભક્તોએ ધજા ચઢાવી સંગીત વાદ્ય સાથે નૃત્ય કર્યું : ભક્તોએ આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો

રાજકોટ તા.

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  આજે રવિવારના રોજ સવારે 5:45 કલાકે શણગાર આરતી  પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને દિવ્ય વાઘાનો શણગાર તથા ફુલનો દિવ્ય શણગાર  કરવામાં આવ્યો હતો.મંદિરની યજ્ઞશાળામાં મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે સવારે વડતાલ ગાદી પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી શ્રીકષ્ટભંજનદેવના દર્શને સાળંગપુરધામ પધાર્યા હતા. ભક્તો દ્વારા ધજા ચઢાવી સંગીત વાદ્ય સાથે નૃત્ય કર્યું હતું, ભક્તોએ આ અનેરા દર્શનનૉ  લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

(12:04 PM IST)