તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Sunday, 17th November 2024
રાજુલામાં એક લગ્ન પ્રસંગમાં રાસ રમતા રમતા 24 વર્ષીય પાવન પટેલનું હાર્ટ એટેકના કારણે મોત
લગ્ન પ્રસંગમાં પાવન પટેલનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો

અમરેલીના રાજુલામાં એક લગ્ન પ્રસંગમાં રાસ રમતા રમતા 24 વર્ષીય પાવન પટેલનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હતું. લગ્ન પ્રસંગમાં પાવન પટેલનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, લગ્ન પ્રસંગમાં રાસ રમતા પાવન પટેલ અચાનક ઢળી પડ્યો હતો. પરિવારજનો તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 24 વર્ષીય યુવાનના મોતથી પરિવારમા માતમ છવાયો છે.

હેલ્થ એક્સપર્ટના મતે કસરત, ડાયટ, ઊંઘનો અભાવ, સ્ટ્રેસ, બ્લડ પ્રેશર, શુગર પણ હૃદય પર અસર કરે છે. આવી સ્થિતિમાં નિયમિત કસરત કરવા સિવાય જો તમે પૂરતી ઊંઘ, બ્લડ પ્રેશર, શુગર, સ્ટ્રેસ અને ડાયટ પ્રત્યે બેદરકારી દાખવશો, તો પણ હાર્ટ એટેકનો ખતરો રહે છે. તેથી આ બધી બાબતો પર ધ્યાન આપી હૃદયને સ્વસ્થ રાખી શકાય છે.
(8:21 PM IST)

છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 