<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

ભાવનગરમાં માધવ દર્શન ની ઓફીસ અને દુકાનોના માલિકીના

દસ્‍તાવેજો ખોટી સહી અને સિક્કાથી કરી દેતા ફરિયાદ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૮ :  દિવ્‍યવીરસિંહજી ઉર્ફે દિગ્‍વીજયસિંહજી હીમતસિંહજી જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિમલ હરીભાઇ પટેલ, પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા થોરડી અજુભા ગોહિલના નામ લખ્‍યા છે. ફરિયાદીની ૫ જુન ૨૦૨૪ના રોજ પ્રમુખ તરીકે વરણી થઇ છે અને તે પહેલા પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા થોરડી હતા. માધવદર્શન નોન ટ્રેડિંગ કોર્પોરેશનમાં આવેલી શોપ નં-જીએફ ૧૦૨ની માલિકી ૧૯૯૪ની સાલમાં બાંધકામ અને ફાળાની રકમ રકમ વસુલ લઇને બોની ટ્રાવેલ્‍સના નામે શેર સર્ટિફિકેટ અને એલોટમેન્‍ટ લેટર ઇસ્‍યુ કરવામાં આવ્‍યાં હતા.જો કે, આરોપીઓએ સ્‍ટેમ્‍પ ડ્‍યુટીની રકમ ભરપાઇ કરવી ન પડે તેમજ શેર સર્ટિફિકેટ અને એનટીસીના રેકોર્ડમાં ટ્રાન્‍સફર કરાવવાની ફી ન ભરવી પડે તેવા હેતુ સાથે ગુનાહીત કાવતરુ રચી અનૈતિક રીતે ખોટા અને બનાવટી સહી સિક્કા કરી બનાવટી એલોટમેન્‍ટ લેટર અને શેર સર્ટિફિકેટ આરોપી પદુભાઇ થોરડીના પત્‍ની ગીતાબા ગોહીલના નામે બનાવી જે તે સમયના પ્રમુખ અને મંત્રીની બનાવટી સહી અને સિક્કા કરી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને પદુભા એનટીસીના સભ્‍ય ન હોવા છતાં પ્રમુખ બન્‍યા.

પદુભાએ પ્રમુખ તરીકે કામગીરી કરીને હોદ્દાનો ગેરકાયદેસર રીતે લાભ લઇ એનટીસીનું અગત્‍યનું રેવન્‍યુ રેકોર્ડ ગુમ કરી દીધો હતો. માધવદર્શનમાં ૩૫૦ મિલકતો આવેલી છે અને તમામના માલિકી હક્કો પ્રસ્‍થાપિત અને પ્રમાણીત કરતુ રેકોર્ડ ગુમ કરી તમામનો હક ડુબાડવામાં આવ્‍યો હોય આ બનાવ અંગે નિલમબાગ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:15 AM IST)