<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

ભુપેન્‍દ્રભાઇના હસ્‍તે ધંધુકામાં રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્‍યુઝીયમનું લોકાર્પણ

અમર કાવ્‍ય ‘ચારણ કન્‍યા' ઉપર આધારીત ગુજરાતના સૌ પ્રથમ થીમ પાર્કનુ઼ નિર્માણ કરાશેઃ ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીની આગેવાનીમાં રાષ્‍ટ્રીય શાયરના સાહિત્‍યને લોકો સુધી પહોંચાડવા અને વધુ વેગવંતો કરવા પ્રયાસો

રાજકોટ, તા., ૧૮: રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની શૌર્યભૂમિ ધંધુકા (જિ. અમદાવાદ) સ્‍થિત ઐતિહાસિક જિલ્લા પંચાયત રેસ્‍ટ-હાઉસ ખાતે ભવ્‍ય રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્‍યુઝિયમનું લોકાર્પણ ગુજરાત રાજ્‍યના સંસ્‍કળતિ-સાહિત્‍ય પ્રેમી મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના વરદ્‌-હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત ઐતિહાસિક જિલ્લા પંચાયત રેસ્‍ટ-હાઉસ અને તેના પરિસરનો રૂ. પાંચ કરોડના ખર્ચે સુયોગ્‍ય રીતે ભવ્‍ય સ્‍મળતિ-સ્‍થળ તરીકે વિકાસ કરવામાં આવ્‍યો છે. રેસ્‍ટ-હાઉસના ચાર ખંડમાં સિંધુડો - ધોલેરા સત્‍યાગ્રહ, ધંધુકા અદાલત અને સાબરમતી જેલના ગૌરવવંતા ઈતિહાસને નિરૂપતી કલાત્‍મક પ્રતિમાઓ અને દુર્લભ તસ્‍વીરોનું માહિતીસભર પ્રદર્શન તેમજ ગાંધી-દર્શન કોર્નર, મેઘાણી-સાહિત્‍ય કોર્નર ધરાવતાં સમળધ્‍ધ રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પુસ્‍તકાલયની સ્‍થાપના કરવામાં આવી છે. પરિસરમાં મેઘાણી સ્‍મળતિ નામે નવીન સાંસ્‍કળતિક ભવનનું પણ નિર્માણ કરવામાં આવ્‍યું છે. લોકલાગણીને માન આપીને, વિશેષ આકર્ષણરૂપે, અહીં ઝવેરચંદ મેઘાણી દ્વારા ૧૯૨૮માં રચિત અમર કાવ્‍ય ચારણ-કન્‍યા પર આધારિત ગુજરાતના સહુઙ્કથમ થીમ-પાર્કનું નિર્માણ કરવામાં આવશે.   

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાનના સ્‍થાપક અને રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટના નેતા પિનાકી નાનકભાઈ મેઘાણીએ ભાવભર્યું સ્‍વાગત કર્યું હતું. ગુજરાત સરકારના પ્રવાસન, સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, પૂર્વ મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા, સુરેન્‍દ્રનગર લોકસભા સંસદસભ્‍ય ચંદુભાઈ શિહોરા, ધારાસભ્‍ય કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્‍ય ભરતભાઈ પંડ્‍યા, મેઘાણી-ગીતોના ખ્‍યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, ઉત્તર ગુજરાત વીજ કંપની લિ.ના મેનેજિંગ ડીરેકટર અરૂણ મહેશ બાબુ (આઈએએસ), અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી. કે. (આઈએએસ), ગુજરાત પ્રવાસન નિગમ લિ.ના મેનેજિંગ ડીરેકટર એસ. છાકછુઆક (આઈએએસ), જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે (આઈએએસ), પોલીસ મહાનિરીક્ષક (અમદાવાદ રેન્‍જ) જે. આર. મોથાલિયા (આઈપીએસ), જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ (આઈપીએસ), ધંધુકા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ ચૌહાણ, ધંધુકા એપીએમસીના પૂર્વ ચેરમેન સહદેવસિંહ ગોહિલ, સ્‍વાતંત્ર્ય-સેનાની મણિલાલ કોઠારીના દોહિત્રી અનારબેન શાહ (અમેરિકા) અને આશિતાબેન શાહ (વડોદરા), લોકગાયિકા રાધાબેન વ્‍યાસ, ગુજરાત સાહિત્‍ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્‍દ્રસિંહ જાદવ, નિવાસી અધિક કલેકટર સુધીરભાઈ પટેલ, ધંધુકા મદદનીશ કલેકટર વિદ્યાસગર (આઈએએસ), ધોળકા નાયબ કલેકટર હિતેષભાઈ જોષી, ધંધુકા મામલતદાર વિજયભાઈ ડાભી અને તાલુકા વિકાસ અધિકારી હિંમતભાઈ બુવાત્રા, ઉત્તર ગુજરાત વીજ કંપની લિ.ના ચીફ ઈજનેર જી. એચ. એન્‍જિનિયર, સુપ્રિન્‍ટેન્‍ડીંગ ઈજનેર સી. જે. રાજપાલ, કાર્યપાલક ઈજનેર સુનિતાબેન છાબરીયા અને નાયબ કાર્યપાલક ઈજનેર એ. ડી. ચારોલીયા, ગુજરાત પ્રવાસન નિગમ લિ.ના  જનરલ મેનેજર અજિતભાઈ જોષી, ઝોનલ ઈજનેર અનિલભાઈ પટેલ અને મદદનીશ ઈજનેર આકાશભાઈ તન્ના, માર્ગ અને મકાન વિભાગ - પંચાયતના કાર્યપાલક ઈજનેર પરેશભાઈ સોમપુરા, નાયબ કાર્યપાલક ઈજનેર એચ. કે. પટેલ, સેકશન ઓફિસર આકાશભાઈ પ્રજાપતિ અને સોહેલભાઈ સૈયદ, રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર પ્રતિક્ષાબેન ચૌધરી, ભાજપના રાજેન્‍દ્રસિંહ ચુડાસમા, નરેન્‍દ્રભાઈ દવે, પ્રકાશભાઈ સોની, કિરણભાઈ પરમાર, બાબુભાઈ ગમારા, માતમભાઈ ગમારા, વિજયપુરી ગોસ્‍વામી, જય સોમાણી, અમિતભાઈ રાણપુરા અને શૈલેષભાઈ ધરજીયા, મંત્રી મુળુભાઈ બેરાના અંગત સચિવ તુષારભાઈ પ્રજાપતિ, ભાલ નળકાઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસિંહ ડાભી અને મંત્રી હરદેવસિંહ રાણા, સ્‍વામિનારાયણ વડતાલધામના સેવક શૈલેષભાઈ સાવલિયા, શિક્ષણ જગતમાંથી કિરીટસિંહ રહેવર (મામા), નારણભાઈ પટેલ, એચ. કે. દવે, ડો. ભરતભાઈ પટેલ અને ડો. ઋતુલકુમાર સુતરીયા, નિવળત્ત અધિકારીઓ ભુરુભા રાઠોડ અને ઉમેદસિંહ રાઠોડ, રમેશભાઈ અને દર્શન બદ્રેશિયા, ગોવિંદભાઈ જાદવ,  કોન્‍ટ્રાકટર વિપુલભાઈ સાવલીયા અને ધર્મેશભાઈ સોજીત્રા, શબ્‍બીરભાઈ મોદન, પિયૂષભાઈ વ્‍યાસ, વાલજીભાઈ પિત્રોડા, વિનોદભાઈ મિષાી અને હસુભાઈ ઘાઘરેટિયા સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી.       

 મેઘાણી-પ્રતિમાને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી ઙ્કેરિત થાય છે. સાહિત્‍ય, લોકસાહિત્‍ય, પત્રકારત્‍વ તેમ જ આઝાદીની લડતમાં એમનું અનન્‍ય અને મહામૂલું  પ્રદાન કયારેય વિસરાશે નહીં, સદાય અજરામર રહેશે તેમ લાગણીભેર અંજલિ અર્પી હતી. મ્‍યુઝિયમને રસપૂર્વક નિહાળીને રાજીપો વ્‍યક્‍ત કર્યો હતો. ઐતિહાસિક સ્‍મળતિ-સ્‍થળને જીવંત રાખવા બદલ પિનાકી મેઘાણીને અભિનંદન આપ્‍યા હતા.

લોકગાયક અભેસિંહ રાઠોડે ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય અને દેશપ્રેમનાં ગીતોનાં આસ્‍વાદ થકી ઉપસ્‍થિત સહુને ડોલાવી દીધા હતા.

રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત વિવિધ સ્‍મળતિ-સ્‍થળોને વિકસાવવા બદલ પિનાકી મેઘાણીએ   ગુજરાતના મુખ્‍ય મંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને મંત્રી મુળુભાઈ બેરાનો હ્રદયથી આભાર માન્‍યો હતો. આ ઐતિહાસિક સ્‍મળતિ-સ્‍થળોની મુલાકાત લઈને વિશ્વભરમાં વસતાં ભાવિકો અને ખાસ કરીને નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્‍કળતિ-સાહિત્‍યની મહામૂલી વિરાસતથી પરિચિત-ઙ્ઘેરિત થશે તેમજ રાષ્‍ટ્ર-ભાવના અને જીવન-મૂલ્‍યોનું સંસ્‍કાર-સિંચન થશે તેવી શ્રધ્‍ધા પણ વ્‍યક્‍ત કરી હતી. 

આઝાદીની લડત વેળાએ ૨૮ એપ્રિલ ૧૯૩૦ના રોજ ધંધુકા સ્‍થિત તે સમયના ડાક બંગલા અને હાલના જિલ્લા પંચાયતના રેસ્‍ટ-હાઉસ ખાતે ત્‍યારે ઊભી કરાયેલ વિશેષ અદાલતમાં રાજદ્રોહના ખોટા આરોપસર  ઝવેરચંદ મેઘાણીને રજૂ કરાયા હતા. પોતાનો બચાવ ન કરતા, ઝવેરચંદ મેઘાણીએ દેશપ્રેમનાં ૧૫ શૌર્યગીતોનાં પોતાનાં સંગ્રહ સિંધુડોમાંથી દર્દભર્યું કાવ્‍ય છેલ્લી પ્રાર્થના ગાયું ને ત્‍યારે ત્‍યાં ઉપસ્‍થિત હજારોની માનવમેદની અને મેજિસ્‍ટ્રેટ ઈસાણી સમેત સહુની આંખો આંસુભીની થઈ ગઈ હતી. સમસ્‍ત ભારતમાં એક માત્ર આ અનન્‍ય અને ઐતિહાસિક પ્રસંગનો સ્‍વતંત્ર્ય-સંગ્રામમાં ખાસ્‍સો પ્રભાવ પડ્‍યો હતો.

આલેખનઃ

 પિનાકી  નાનકભાઈ મેઘાણી 

ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન 

(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)

(11:19 AM IST)