<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

જામનગરના ઓશવાળ સેન્ટર ખાતે 16 જેટલી મા-બાપ વિહોણી દીકરીઓનો અદકેરા રજવાડી ઠાઠથી લગ્ન ઉત્સવ

દીકરીઓને આશીર્વાદ આપવા માટે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આદ્યપીઠ શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિરના આચાર્યશ્રી 108 કૃષ્ણમણીજી મહારાજ, જુનાગઢના શેરનાથજી બાપુ અને ચાપરડા ના મહંત મુક્તાનંદજી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા

જામનગર::જામનગરના ઓશવાળ સેન્ટર ખાતે 16 જેટલી મા-બાપ વિહોણી દીકરીઓના અદકેરા રજવાડી ઠાઠથી લગ્ન ઉત્સવ યોજાયા હતા. તપોવન ફાઉન્ડેશન સંચાલિત વૃદ્ધાશ્રમ ના ઉપક્રમે યોજાયેલા આ અનોખા લગ્ન ઉત્સવમાં દીકરીઓને આશીર્વાદ આપવા માટે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આદ્યપીઠ શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિરના આચાર્યશ્રી 108 કૃષ્ણમણીજી મહારાજ, જુનાગઢના શેરનાથજી બાપુ અને ચાપરડા ના મહંત મુક્તાનંદજી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ લગ્ન ઉત્સવ દરમિયાન જામનગર જિલ્લાના વિવિધ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્વ રાજ્યમંત્રી અને તપોવન ફાઉન્ડેશનના ટ્રસ્ટી વસુબેન ત્રિવેદી, રાજેનભાઈ જાની અને પરેશભાઈ જાની સહિતના ટ્રસ્ટીઓ તેમજ તેમની સમગ્ર ટીમે સતત બીજી વખત મા-બાપ વિહોણી દીકરીઓને પ્રભુતામાં પગલાં પાડતા આ આયોજનને નિહાળી અભિનંદન પાઠવ્યા હતા. 

(અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:27 AM IST)