News of Monday, 18th November 2024
પોરબંદર જિલ્લાના વધુ ૩ બુટલેગરો પાસામાં ધકેલાયાઃ સુરત-વડોદરા જેલ હવાલે
બે બુટલેગરોને સુરત જેલ તથા એક બુટલેગરને વડોદરા જેલમાં મોકલ્યો

પોરબંદર, તા., ૧૮: જિલ્લામાં દારૂ દુષણ સામે પોલીસ કડક હાથે કામ લઇ રહી છે. જિલ્લામાં વધુ ૩ બુટલેગરોની પાસા હેઠળ ધરપકડો કરાય છે. જેમાં ર બુટલેગરોને સુરત તથા બાકીના એક બુટલેગરને વડોદરા જેલમાં મોકલી આપેલ છે.
શહેર નાયબ પોલીસ અધિક્ષકશ્રી સુરજીત મહેડુ ગ્રામ્યનાઓના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પો.સ્ટે. પ્રોહી કલમ- ૬૫(ઇ), ૧૧૬બી, ૯૮(૨) મુજબના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ભાવેશ નારણભાઇ મોરી, ઉ.વ.૩૦, રહે.સખપુર તા. જામજોધપુર, વિરૂધ્ધમાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ પો.ઇન્સ.શ્રી એન.એન.તળાવીયા રાણાવાવ પો.સ્ટે. પોરબંદરનાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા આ આરોપીને પાસા હેઠળ સુરત જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ આર.કે.કાંબરીયાએ બુટલેગરોને પાસા વોરંટની બજવણી કરી સુરત જેલ ખાતે મોકલી આપેલ છે.
રાણાવાવ પો.સ્ટે. પ્રોહી કલમ- ૬૫(ઇ), ૧૧૬બી, ૮૧ મુજબના ગુન્હામાં સંડોવાયેલ આરોપી રાજેશ ઉર્ફે રાજુ નારણભાઇ મોરી, ઉ.વ.૩૦, રહે. સખપુર તા.જામજોધપુર, વાળા વિરૂધ્ધમાં પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા આ આરોપીને પાસા હેઠળ સુરત જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા LCB I/C PI શ્રી આર.કે. કાંબરીયાએ સામાવાળાને પાસા વોરંટની બજવણી કરી સુરત જેલ ખાતે મોકલી આપેલ છે.
ઉદ્યોગનગર પો.સ્ટે. પ્રોહી ક.૬૬(૧)(બી), ૬પ૪, ૧૧૬બી, ૮૧ તથા ઉદ્યોગનગર પો.સ્ટે. પ્રોહી ક.૬૬(૧)(બી), ૬પઇ, ૧૧૬બી, ૮૧ મુજબના ગુન્હામાં સંડોવાયેલ આરોપી વિરા ભાયાભાઇ કોડીયાતર, ઉ.વ.૨૪, રહે રાણપર વિરૂધ્ધમાં પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફ મોકલતા વડોદરા જેલમાં અટકાયતમાં રહેવા બુટલેગરને પાસા વોરન્ટ ઇસ્યુ કરતા LCB I/C PI શ્રી આર.કે.કાંબરીયાએ સામાવાળાને પાસા વોરંટની બજવણી કરી વડોદરા જેલ ખાતે મોકલી આપેલ છે.
રાણાવાવ પો.સ્ટે. ના પો.ઇન્સ.શ્રી એન.એન.તળાવીયા તથા LCB ઇ.ચા પો.ઇન્સ. શ્રી આર.કે.કાંબરીયા તથા ASI ગોવિંભાઇ મકવાણા, રણજીતસિંહ દયાતર, WASI રૂપલબેન લખધીર તથા HC વિપુલભાઇ ઝાલા, હીમાંશુભાઇ મક્કા, લખમણભાઇ ઓડેદરા તથા પો.કોન્સ નટવરભાઈ ઓડેદરા, તથા રાણાવાવ પો.સ્ટે.ના AST એસ.આર.ઓડેદરા, રાયદેભાઇ ઓડેદરા, HC રણજીતભાઇ ડાંગર, PC અતુલભાઇ લુવા, LR યશપાલસિંહ જાડેજા તથા ઉદ્યોગનગર પો.સ્ટે.ના CHC વિજયસિંહ છેલાવડા તથા પો.હેડ કવા. ના ડ્રા. APC ભીખુભાઇ મધુકાંતભાઇ નાઓ બુટલેગરોના પાસા વોરન્ટની બજવણીની કામગીરીમાં રોકાયેલ હતા.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
