News of Monday, 18th November 2024
પોરબંદરના પ્રોફેસર ધવલ એ. ભરડાના ડિઝાઇન ઓફ મિકેનિકલ પુસ્તકને કોલેજના અભ્યાસક્રમમાં સમાવાશે

પોરબંદર તા. ૧૮: ડો. વી. આર. ગોઢાણીયા કોલેજ ઓફ એન્જીનીયરિંગ એન્ડ ટેક્રોલોજી ના મિકેનિકલ ડિપાર્ટમેન્ટ મેન્ટ માંઆ સિસ્ટન્ટ પ્રોફેસર ધવલ એ. ભરડા એ લખેલ ‘‘ડિઝાઇન ઓફ મિકેનિકલ એલમેન્ટ્સ ઈન એસ. આઈ યુનિટ'' પુસ્તક વિશ્વ પ્રસિદ્ધ ન્યૂ દિલ્હી ચંદીગઢ ના વ્હાઇટ ફાલકન પબ્લિશીંગ પ્રકકાશક દ્વારા પ્રકાશિત થતા આ પુસ્તક દેશ - વિદેશ ની એન્જીનીયરીંગ યુનિવર્સિટી ઓ માં અમલી બનશે.
પ્રોફેસર ધવલ ભરડા નું આ પુસ્તક ની મૌલિક વિચારો સાથે ગુણવતા ઊંચ હોવાના કારણે ઇન્ટર નેશનલ પ્રકાશકે પોતે પ્રકાશિત કરી ને પોરબંદર ની કોલેજ અને જિલ્લા સહીત દેશને ગૌરવ અપાવવા બદલ દેશ વિદેશના એન્જીનનિયરીગ કોલેજો એ આવકારી અભિનંદન પાઠવેલ છે
ગોઢાણીયા સંકુલ ખાતે શિક્ષણ પ્રેમી ડો વિરમભાઈ ગોઢાણીયા એ શ્રી ધવલ ભાઈ ભરડા નું અભિવાદન કરતા જણાવ્યું હતુંકે, વિદ્યાર્થીઓમાં શોખ, રસ -રુચિ અને વિધાયક વલણ વિક્સવવા માટે શિક્ષક પાસે આ ગુણ અપેક્ષિત છે.
ગોઢાણીયા મહિલા કોલેજ ના પ્રિન્સીપાલ ડો કેતન ભાઈ શાહ, કેળવણીકાર ડી, એ. આર. ભરડા. ટ્રષ્ટના અંગત સેક્રેટરી શ્રી કમલેશભાઈ થાનકી એન્જીનીયર કોલેજ ના વિવિધ ડિપાર્ટમેન્ટ ના અધ્યક્ષકો યસ ભાઈ દાસાણી, શ્રી કાંધલભાઈ જાડેજા, ડો ધવલ ખેર, ડો નીરવ ભાઈ દત્તાણી, દેવર્ષી બેન વિસાણા, નિયતિ બેન મોઢવાડીયા તેમજ ઓફિસ સુપ્રીટેન્ડ શ્રી ચેતન ભાઈ જોશી એ જિલ્લા, કોલેજ સહીત વિશ્વ સ્તર ની સિદ્ધિ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા
આ પુસ્તક ની કિંમત પ્રકાશકે રૂ ૫૦૦ અને ( વિદેશના પાઉન્ડ, ડોલર, અન્ય ચલણ ) આ બુક એમેઝોન, ફિલપ કા ર્ટ અને WFP સ્ટોર પર મળી રહેશે.આ પુસ્તક એમે ઝોન વેબ સાઈટ પર ઉપલબ્ધ છે, યુ. કે. યુ. એસ. એ, જર્મની, પોલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ભારત, નેધર લેન્ડ જાપાન, કેનેડા, બ્રાઝીલ, ફ્રાન્સ, સિંગા પોર, સ્વીડન, સ્પે ઈન, ઇટાલી સહીત ૧૩ દેશોની એમેઝોન વેબસાઈટ પર ઉપલબ્ધ છે.અન્ય દેશો માં તેમજ કિન્ડલ એડિશન (PDF)અને પેપટ બેંક ફોર્મેટ માંઉપલબ્ધ છે આ પુસ્તક ના સારાંશ માં મિકેનિકલ એન્જીનીયરીગ ફિલ્ડ માં આવતા મશીન ડિઝાઇન વિષય ઉપર લખાયેલું આ પુસ્તક છે.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
