News of Tuesday, 19th November 2024
ગિરનાર શકિતપીઠ અંબાજી મંદીરના પૂ. તનસુખગીરીબાપુ બ્રહ્મલીનઃ સંતો-ભકતોમાં શોક
દત્ત શિખર અને શ્રી ભીડભંજન મહાદેવ મંદીરના મહંત હતાઃ પાલખીયાત્રા-સમાધી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧૯: જુનાગઢ ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરના મહંત પૂ. મોટા પીર બાવા તનસુખગીરી બાપુ દેવલોક પામતા ધેરો શોક છવાઈ ગયો છે.
જુનાગઢના ગિરનાર અંબાજી મંદિર- દત્ત શિખર અને ભીડભંજન મહાદેવ મંદિરના મહંત શ્રી તનસુખગીરી બાપુની લાંબી બીમારીની રાજકોટ ખાતે ગોકુલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી્.
જયા આજે પૂ.તનસુખગીરીબાપુએ અંતિમ શ્વાસ લીધા છે અને પૂજ્ય બાપુ દેવલોક પામતા ભાવિકોમા તથા ગિરનાર ક્ષેત્રના સંતોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે.
પૂ. તનસુખગીરીબાપુને સમાધી અર્પણ કરવા માટે પાલખીયાત્રા સવારે ૧૦ વાગ્યે ભીડભંજન મહાદેવ મંદિરથી ભવનાથ તરફ નીકળી હતી. અને ભવનાથથી પરત ફરીને ૨.૩૦ વાગ્યે શ્રી ભીડભંજન મહાદેવ મંદિર ખાતે સમાધી આપવામાં આવી હતી.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
