<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

પોરબંદરની મનન હોસ્‍પિટલમાં અદ્યતન આઇવીએફ સુવિધા કેન્‍દ્રનું ઉદઘાટન

અર્જુનભાઇ મોઢવાડીયા, બાબુભાઇ બોખીરીયા, કાંધલભાઇ જાડેજા, ચેતનાબેન તિવારી સહિત મહાનુભાવો ઉપસ્‍થિત રહયા : નિઃસંતાન દંપતીઓ આઇવીએફ સુવિધાનો લાભ લઇ શકશે

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૯: મનન હોસ્‍પિટલની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. દેશનું જાણીતું સિમાર્સ સમર્થ આઈવીએફ ગ્રુપ હવે મનન હોસ્‍પિટલ સાથે જોડાયું છે. સીમાર્સ સમર્થ આઈવીએફ દ્રારા પોરબંદરમાં એક નવુ કેન્‍દ્ર ખોલવામાં આવ્‍યું. મનન હોસ્‍પિટલના ડો.પારસ અને ડો.સ્‍વાતિ મજીઠિયા દ્વારા આ કાર્ય શકય બન્‍યું.

ઉદઘાટન કાર્યક્રમમાં ધારાસભ્‍ય અર્જુનભાઈ મોઢવાડિયા, વસંત બાવા,  ધારાસભ્‍ય કાંધલભાઈ જાડેજા, પુર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, હિરલબા જાડેજા, માજી સાંસદ ભરતભાઈ ઓડેદરા, નગરપાલિકાના પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, ડો. જીતેન વાઢેર, ડો. હીરા ખોડિયાતર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડો. આતિશ લદ્દા, ડો. હર્ષલતા લદ્દા અને ડો. કળતિ પાથ્રિકર કે જેઓ સમર્થ IVFના સહ-સ્‍થાપકોએ હાજરી આપી હતી.

પોરબંદર જિલ્લા અને સૌરાષ્‍ટ્રના સંતાનથી વંચિત દંપતી પોરબંદરના સમર્થ મનન આઈવીએફના નિષ્‍ણાંત તબીબ ડો.પારસ અને સ્‍વાતિ મજીઠિયાની વધુ ઉત્‍કળષ્ટ અને અધતન ટેકનોલોજી ભરી આઈવીએફની સુવિધાનો લાભ લઇ શકશે.

(11:02 AM IST)