News of Tuesday, 19th November 2024
મોટી પાનેલીમાં ઐતિહાસિક ઘટનાઃ ગામની સોૈપ્રથમ દિકરી કુમકુમ દેવમુરારી લશ્કરમાં જોડાઇ
ગામની દિકરીનું ગ્રામજનો દ્વારા અદકેરૂ સન્માનઃ ધારાસભ્ય ડો.મહેન્દ્ર પાડલીયા દ્વારા સન્માનપત્ર અર્પણ

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી તા.૧૯: ઉપલેટા તાલુકાના આશરે ૧૩,૦૦૦ ની વસ્તી ધરાવતા મોટી પાનેલી ગામમાં આજરોજ ભારે ઉત્સાહ અને ખુશાલીનો માહોલ જોવા મળ્યો હતો મોટી પાનેલીના ઇતિહાસમાં આજરોજ મોટી પાનેલીની સૌપ્રથમ દીકરી લશ્કરમાં ભરતી થઈ સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પધારેલ પાનેલીની રામાનંદી સાધુ સમાજની દીકરી આજરોજ પોતાની લશ્કરી ટ્રેનિંગ પૂર્ણ કરી મોટી પાનેલી પધારતા ગ્રામજનોએ ઉષ્માપૂર્વક તેમનું સ્વાગત સન્માન કરેલ મોટી પાનેલીના સામાન્ય પરિવાર દેવમુરારી મહેશભાઈ ની દીકરી કુમારી કુમકુમ બેને સફળતાપૂર્વક બીએસએફ ની ટ્રેનિંગ પૂર્ણ કરી આજરોજ ભારતીય રેલવે દ્વારા મોટી પાનેલીના સ્ટેશન ઉપર સવારે ૧૦:૦૦ કલાકે પાનેલી પધારતા સમસ્ત ગ્રામજનો તેમના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા મોટી પાનેલીના તમામ સમાજના આગેવાનો જ્ઞાતિજનો તેમ જ સામાજિક રાજકીય સંસ્થાના આગેવાનો આ દીકરીનું સ્વાગત માટે હોસભેર પધાર્યા હતા.
કુમારી કુમકુમબેનને ખુલ્લી કારમાં બિરાજમાન કરી ડીજેના તાલે અને ભારત માતાની જયના નારા સાથે બુલંદ અવાજમાં સમસ્ત ગ્રામજનોએ કુમારી કુમકુમબેનની સ્વાગત રેલી ગામની મુખ્ય બજારોમાં ફેરવી અને અત્રેના કે જે પટેલ હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં કુમારી કુમકુમબેનને તેમના પરિવાર સહિત પાનેલી મોટી ના તમામ સમાજના પ્રમુખશ્રીઓ દ્વારા સન્માન પત્ર મોમેન્ટો તેમજ સાલ અને બુકે ફૂલહાર થી કુમારી કુમકુમબેનને સન્માનિત કરવામાં આવેલ સાથે જ સામાજિક સંસ્થાઓ તેમજ રાજકીય આગેવાનો દ્વારા પણ કુમારી કુમકુમ બેનને તેમની આ પ્રસિદ્ધિ અને સફળતા ને વધાવી તેમનું સન્માન કરવામાં આવેલ વિશેષ ધોરાજી ઉપલેટા તાલુકાના ધારાસભ્ય શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયાએ પણ ગામનું ગૌરવ સમાન દીકરી માટે ખાસ સન્માનપત્ર મોકલી દીકરીને શુભેચ્છા પાઠવેલ.
આ તકે કુમારી કુમકુમ બેને પોતાને આ સિદ્ધિ હાંસલ કરવા માટે જે જે અડચણો અને સખત મહેનત ની વાતો સમસ્ત ગ્રામજનો સમક્ષ રજૂ કરેલ જેમાં અતિ હાર્ડ ટ્રેનિંગ થી લઈને માનસિક અને શારીરિક કસોટીઓ માંથી પસાર થવા અંગેની વાત તેમણે રજૂ કરેલ કુમારી કુમકુમ બેને આ તમામ કસોટીઓમાંથી પાસ થઈને પાનેલી માટે ગૌરવપૂર્ણ ઈતિહાસ રચ્યો છે માટે જ સમસ્તગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કુમારી કુમકુમ બેન ને સાથે જ તેમના પરિવારને સન્માનિત કરેલ હતો આ તકે અત્રેની શ્રી રામધુન મંડળ સંસ્થા દ્વારા અલ્પાહાર તેમજ શ્રી મહાદેવ બળદ સેવા આસન દ્વારા ચા પાણીની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ તેમજ કિશન વાઘેલા સાઉન્ડ દ્વારા ડીજે ની વ્યવસ્થા કરવામાં આવેલ સમસ્ત ગ્રામજનો તેમજ સમાજ સંસ્થાના પ્રમુખ આગેવાનો સામાજિક રાજકીય આગેવાનોનું જતીનભાઈ ભાલોડીયા તેમજ અતુલભાઈ ચગ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
