<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

કચ્‍છના ૧૧ મંદિરોમાં ચોરી સહિત ગુજરાતના ૩૪ ગુનામાં સામેલ રાજસ્‍થાનની ગરાસીયા ગેંગને ઝડપી લેવાઇ

જંગલોમાં શોધખોળ કરી ૬ આરોપીને પુર્વ કચ્‍છ પોલીસે ઝડપી લીધાઃ તમામ મંદિર કોતરણીના કારીગરો છેઃ હજુ બે ફરાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૯ : રાજ્‍યના અલગ-અલગ જીલ્લાઓનાં મંદિરોમાં ચોરી લૂંટના ૩૪ ગુનાઓને અંજામ આપનાર રાજસ્‍થાનની ‘ગરાસીયા ગેંગ'ને પૂર્વ કચ્‍છ પોલીસે ઝડપી છે.

પોલીસ મહાનિરીક્ષક  ચીરાગ કોરડીયા સરહદી રેન્‍જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્‍છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્‍કત સબંધી ગુનાઓ અટકાવવા તથા અનડીટેક્‍ટ ગુનાઓ શોધી કાઢવા માટે સુચના માર્ગદર્શન આપવામાં આવેલ

ગઈ તા.૦૬-૦૭/૧૧/૨૦૨૪ ના રાત્રિના સમયે ગાગોદર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં ચિત્રોડ તથા જેઠાસરી વાંઢમાં આવેલ કુલે-૧૧ મંદિરોના દરવાજાના તાળા તોડી સોના ચાંદીના ચાંદલા, સાંઢણી,છતર,રામ૨મી,મુગુટ,ત્રિશુલ એમ અલગ અલગ દાગીના કિં.રૂ. ૮૧૦૦૦/- તથા દાનપેટીના રોકડા રૂ. ૧૬૦૦૦/- મળી કુલે રૂ. ૯૭૦૦૦/- ની મંદિર ચોરીનો બનાવ બનવા પામેલ. જેથી આ બનાવ સબંધે  સાગર બાગમાર  દ્વારા  વિઝીટ કરવામાં આવેલ અને આ ચોરીનો ભેદ ઉકેલવા માટે સ્‍પેશીયલ ઇન્‍વેસ્‍ટીગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવેલ.જેમા સીટના અધ્‍યક્ષ તરીકે શ્રી સાગર સાંબડા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ ભચાઉ તથા સભ્‍ય તરીકે  એન.એન.ચુડાસમા પોલીસ ઇન્‍સપેક્‍ટર લોકલ ક્રાઇમ બ્રાન્‍ચ,પુર્વ કચ્‍છ ગાંધીધામ તથા વી.એ.સેંગલ પોલીસ ઈન્‍સપેકટર ગાગોદર પોલીસ સ્‍ટેશન તથા શ્રી જે.એમ.વાળા પોલીસ ઇન્‍સપેક્‍ટર આડેસર પોલીસ સ્‍ટેશન તે મુજબની લ્‍ત્‍વ્‍ ની રચના કરવામાં આવેલ. ત્‍યારબાદ તા.૧૨/૧૧/૨૪ ના રોજ કાનમેર ગામમાં આવેલ અલગ- અલગ મંદિરોમાં રાત્રિના સમયે ચાંદલા,છતર,મુગટ, પાદુકા એમ અલગ-અલગ દાગીના કિ.રૂ. ૧,૪૩,૫૦૦/- તથા દાનપેટીના રોકડા રૂ. ૬૭૦૦/- મળી કુલે કિ.રૂ.૧,૫૦,૨૦૦/- ની ચોરી કરી તથા જૈન મંદિરમાં ચોરી કરવાના ઇરાદે આવી ફરીયાદીને પકડી મુઢ માર મારી રોકડા તથા ચાંદીના દાગીના મળી કુલે રૂ. ૧૧૪૦૦/- ની લુંટ કરેલ.

 SIT ના અધ્‍યક્ષની આગેવાનીમાં એલ.સી.બી, ગાગોદર પો.સ્‍ટે. તથા આડેસર પો.સ્‍ટે.નાં અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્‍ટેલીજન્‍સ તથા ટેકનીકલ એનાલીસીસના માધ્‍યમથી આરોપીનું પગેરૂ મેળવતા આરોપીઓ રાજસ્‍થાન બાજુ નાશી ગયેલ હોવાનુ જણાઈ આવતા  સામલા થલા રાજસ્‍થાનનાં જંગલોમાં રાત્રિના સમયે સર્ચ કરી ગરાસીયા ગેંગ ના આરોપીઓને મંદિર ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ.

પકડાયેલ આરોપીઓનાં (૧) કમલેશ અનારામ ગરાસીયા,ઉ.વ.૨૪, ૨હે.માલવા ચોરા,તા.દેવલા,થાના-બેકરીયા જી.ઉદેપુર  (૨) રમેશ બાબુરામ ગરાસીયા,ઉ.વ.૨૨, ૨હે.માલવા ચોરા, જી.ઉદેપુર હાલ રહે.ગામ નાંદીયા, થાના-પીંડવાળા, તા.પીંડવાળા જી.શિરોહી રાજસ્‍થાન (૩) જીતેન્‍દ્ર સુનારામ ગરાસીયા,ઉ.વ.૨૧, ૨હે. સીમલા થલા,થાના-બેકરીયા,તા.કોટડા જી.ઉદેપુર (૪) સુરેશ સ/ઓ શંકર ઉર્ફે ડાકુ ગરાસીયા,ઉ.વ.૨૫,૨હે.માલેરા,થાના-પીંડવાળા, તા.પીંડવાળા જી.શિરોહી (૫) જયરામ ઉર્ફે જેનીયા સ/ઓ નોનારામ ગરાસીયા,ઉ.વ.૩૦, રહે. માલેરા થાના-(૬) સુરેશકુમાર શાંતીલાલ સોની ઉ.વ.૪૮ રહે. શુભગ્રીન ફ્‌લેટ, વષાાલ અમદાવાદ મુળ રહે. ગામ ગોયલી  (૧) મેઘલારામ ઉર્ફે મેઘલા ઉર્ફે મેઘારામ મોતીરામ ગરાસીયા, રહે.ડાલીબોર,તા.બાલી,જી.પાલી  (૨)૨મેશ વાલારામ ગરાસીયા રહે. હેમલા થલા માલવા

આરોપીઓ પથ્‍થર કોતરણી કામના જાણકાર હોઈ તેઓ કચ્‍છ જીલ્લા તેમજ અન્‍ય જીલ્લાઓમાં અલગ અલગ મંદિરો બનતા સમયે પથ્‍થર કો૨તરણી કામ કરેલ હોઈ જેથી તે  વિસ્‍તારની ભૌગોલીક પરિસ્‍થિતીથી વાડેડ હોઈ જેથી તેઓ પોતાની ગેંગ બનાવી તેઓએ જે વિસ્‍તારના મંદિરોમાં પથ્‍થર કોતરણી કામ કરેલ હોઈ તે વિસ્‍તારના મંદિરોમાં રાત્રીના સમયે ચોરી કરવાની (એમ.ઓ)ટેવ વાળા છે.પ્રસંશનીય કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓ (૧)  સાગર સાંબડા  (૨) શ્રી એન.એન.ચુડાસમા (૩)  વી.એ.સેંગલ પોલીસ ઇન્‍સપેકટર ગાગોદર પોલીસ સ્‍ટેશન (૪) જે.એમ.વાળા (૫) એમ.વી.જાડેજા પોલીસ સબ ઇન્‍સપેકટર લોકલ કાઈમ બ્રાન્‍ચ,પુર્વ કચ્‍છ ગાંધીધામ  (૬) HC ચંદ્રશેખરભાઈ સુખદેવભાઈ  (૮) HC રાજેશભાઈ વિરમભાઈ (૧૦) HC અંકિતભાઈ જસવંતભાઈ (૧૨) PC ભાવેશભાઈ બળવંતજી  (૧૪) ખ્‍લ્‍ત્‍ હાજાભાઈ ભીખાભાઈ  (૧૬) PC અજયભાઈ ભરતભાઈ  (૧૮) AHC સંજયસિંહ દિલુભા  (૨૦) AHC તાલીબહુસેન યુસુફભાઈ  (૨૨) AHC રઘુરાજસિંહ ખુમાનસિંહ (૨૪)HC ગાંડાભાઈ અણદાભાઈ આડેસર  (૨૬) HC શિરીષભાઈ ઈશ્વરભાઈ આડેસર  (૨૮) HC સગતાજી સામળાજી ગાગોદર (૩૦) PC મુકેશભાઈ મોતીલાલ ગાગોદર (૩૨) PC જોઈતાભાઈ ગોવિંદભાઈ ગાગોદર  (૩૪) PC યશપાલ ગોવિંદભાઈ ગાગોદર  (૩૯) APC બળવંત પ્રહલાદભાઈ ગાગોદર (૩૮)APC જયંતીભાઈ જીવાભાઈ આડેસર (૪૦) GRD પ્રવિણભાઈ ખોડાભાઈ  (૪૨)  પ્રવિણભાઈ બાબુભાઈ સોલંકી (૭) HC સંજયભાઈ તુલસીભાઈ  (૯) HC સામતભાઈ વિરમભાઈ (૧૧) PC હરપાલસિંહ ધનશ્‍યામસિંહ (૧૩) PC ધર્મેશભાઈ રમેશભાઈ  (૧૫) AHC વિક્રમસિંહ નટુભા  (૧૭) HC ગલાલભાઈ દુબળાભાઈ (૧૯) PC મહેશભાઈ લીલાભાઈ (૨૧) AHC પ્રકાશભાઈ દેવદાનભાઈ  (૨૩) ASI બલભદ્રસિંહ ભગવતસિંહ ગાગોદર (૨૫) HC વિજયસિંહ સહદેવસિંહ આડેસર (૨૭) HC અમરસિંગ રમણભાઈ ગાગોદર (૨૯)PC વનરાજજી લાલજીજી આડેસર (૩૧) PC નરેન્‍દ્રભાઈ અણદાભાઈ ગાગોદર (૩૩) PC વિશ્વરાજસિંહ બલભદ્રસિંહ ગાગોદર (૩૫) APC જેઠાભાઈ કિસાભાઈ ગાગોદર  (૩૭) APC રામગર મોહનગર આડેસર (૩૯) GRD મહેન્‍દ્રભાઈ છગનભાઈ (૪૧) GRD કિશનભાઈ મનજીભાઈએછી કામગીરી  નિભાવી હતી.

(11:07 AM IST)