News of Tuesday, 19th November 2024
મોરબીના પંચાસર રોડ ઉપર પાંચ કલાક બાદ અંતે ચક્કાજામ દૂર કરતા સ્થાનિકો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૧૯ : પંચાસર રોડ પર આવેલા શ્યામ-૧ અન શ્યામ-૨ સોસાયટીમાં રોડના અધુરા કામ બાબતે સ્થાનિકોએ રોડ પર ઉતરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા ૯ મહિનાથી રોડનું કામ બંધ હાલતમાં છે. સ્થાનિકોએ સવારે અંદાજે ૧૦:૩૦ વાગ્યાથી રોડ ઉપર ચક્કાજામ શરૂ કર્યો હતો. જે પાંચ કલાક બાદ દૂર કરવામાં આવ્યો છે.
રોડ બનાવનાર બજરંગ અર્થ મુવર્સ નામની એજન્સીએ બિલ મંજુર થયાના ૧૫ દિવસમાં રોડ બનાવવાની શરૂઆત કરવાની લેખિત બાહેંધરી આપતા મામલો થાળે પડ્યો છે. ઉલ્લેખનીય છે કે ચક્કાજામ દરમિયાન રોડ પર જ પુરુષો, મહિલાઓ, બાળકો અને વળદ્ધોએ જમણવાર કર્યો હતો. વધુમાં તેઓએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો બાહેંધરીના દિવસો મુજબ કામ શરૂ નહિ થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
