News of Tuesday, 19th November 2024
ખ્વાજા સૈરાનીનો ર૪૮ મો ઐતિહાસિક ઉર્ષનો મેળો
ધોરાજીમાં કોમી એકતાના પ્રતિક સમાન તા. ર૮ થી ૪ દિ' સુધી આયોજનઃ ગુરૂવારે બપોરે સંદલ શરીફ નીકળશ

ધોરાજી તા. ૧૯: ધોરાજી માં કોમી એકતા ના પ્રતીક સમાન હજરત ખ્વાજા મોહકમુદ્દિન સેરાની નો ૨૪૮ મો ઐતિહાસિક ઉર્ષ નો મેળો ઉજવાશે
સૌરાષ્ટ્ર ભર ના હિન્દુ મુસ્લિમો ની આસ્થા નું કેન્દ્ર અને સૌરાષ્ટ્ર ભર માં કોમી એકતા નું અનોખું ઉદાહરણ પૂરું પાડતા અને ગરીબો ના બેલી દુઃખી દિલો ના સહારા એવા હજરત ખ્વાજા મોહકમુદ્દિન સેરાની ના ઉર્ષ ના મેળા ની શાનદાર ઉજવણી એકતા અને વિવિધતા સાથે કરવામાં આવશે
હજરત ખ્વાજા મોહકમુદ્દિન સેરાનીના ખાદીમ સૈયદ યાકુબ મિયા ગુલામ મહ્યોદ્દીનન સૈયદ અસગર મિયા ગુલામ મહ્યોદ્દીનન સૈયદ અહેમદ મિયા મોહંમદ હુસેન મિયા સૈયદ પીર એ તરીકત સૈયદ મેહમુદ મિયા મોહંમદ હુસેન મિયા વગેરે ની અધ્યક્ષતા માં તૈયારી ચાલી રહી છે.તા ૨૮ ગુરુવાર થી ઉર્ષ ના મેળા નું પ્રારંભ થશે
૪ દિવસ સુધી દરરોજ સાંજે સલામી બાદ માં દુઆ એ ખેર અને રાત્રે ૧૦ કલાકે મહેફિલ મિલાદ શરીફ સહિત ના કાર્યકર્મ યોજશે
ગુરુવાર ના રોજ બપોરે ૩ કલાકે દરગાહ શરીફ ના ખાદીમ ની ઉપસ્થિતિ માં ખાદીમ દરગાહ નું સન્માન અને બાદ માં વિશાળ સંદલ શરીફ નીકળશે જે. દરગાહ શરીફ પર થી પ્રારંભ થાઈ અને લાખાપીર મેઇન બજાર ત્રણ દરવાજા થઈ ને રાત્રે ૮ કલાકે દરગાહ શરીફ પર પૂર્ણ થશે સંદલ શરીફ માં જંબુર ના સીદી બાદશાહ નું આદિવાસી નળત્ય લોકો ના આકર્ષણ નું કેન્દ્ર બનશે
ઉર્ષ ના મેળા માં ચાર દિવસ સુધી હિન્દુ મુસ્લિમો દરગાહ શરીફ પર ફૂલ ચાદર ચડાવી અને શીશ જુકાવી અને ધન્યતા અનુભવશે ઉર્ષ ના અંતિમ દિવસે સોમવારે વહેલી સવારે દરગાહ શરીફ ને ગુસલ શરીફ ની રસમ અને સવારે ૮ કલાકે કુલ શરીફ ની રસમ બાદ ઉર્ષ મેળાની પુર્ણાહુતિ થશે.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
