News of Tuesday, 19th November 2024
ACBના પો.ઇન્સ.ના ભાઇના ઘરે દરોડોઃ પાટડીમાં જુગારનો અડ્ડો ઝડપાયોઃ ૩૦ની અટકઃ ભારે ચકચાર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૧૯: પાટડીના વેલનાથનગરમાં જુગારનો અડ્ડો ધમધમી રહ્યો હતો. જ્યાં બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડ્યા છે. ખ્ઘ્ગ્ના ભ્ત્ના ભાઇ કિરણ ઠાકોરના ઘરે જુગારનો અડ્ડો ધમધમતો હોવાનું સામે આવ્યુ છે. જ્યાંથી ૫ મહિલાઓ સહિત ૩૦ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રોકડ રૂા. ૪,પ૮,૪પ૦ ૩ વાહનો અને ર૬ મોબાઇલ કબ્જે કરાયા છે.
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ દ્વારા દરોડા પાડવામાં આવતા આરોપીઓ દ્વારા પોલીસ ઘરની અંદરના આવે તે માટે દરવાજા બંધ કરી દીધા હોવાનું સામે આવ્યુ છે. જુગારધામમાંથી ૨૫ પુરુષ અને ૫ મહિલાઓ ઝડપાઈ હતી. આશરે ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
SMC દ્વારા તમામ આરોપીઓ (૧) કિરણ @ અલ્પેશ પ્રહલાદભાઈ ઠાકોર, વેલનાથ નગર, પારડી(૨) મુકેશભાઈ પ્રહલાદભાઈ ઠાકોર, વેલનાથ નગર, પારડીજ, સુરેન્દ્રનગર (જુગારનો ધંધો ચલાવનારનો ભાઈ) (૩) ભરતભાઈ રમેશભાઈ દેવીપૂજક મુ.ખાનસરોવર, (જુગારના ધંધામાં મદદ કરનાર) (૪) રાકેશ શ્યામજીભાઈ ઠાકોર મુ.વેલનાથ નગર, (જુગારના ધંધામાં મદદ કરનાર) (૫) વસીમ ઝીલાનીભાઈ સિપાહી, પઠાણવાસ મુખ્ય બજાર, પારડી (૬) મિનાઝભાઈ ઉસ્માનભાઈ નાયક, નવાધારી વાસ, પાટડી (૭) અમિતકુમાર દિલીપભાઈ ખાખર, અંબિકા નગર સોસાયટી પાટડી (૮) અસલમભાઈ શબ્બીરભાઈ સિપાહી, પાટડીયાવાસ ગામ દુદખા તા.સમી, પાટણ (૯) લાલભા ભીખુભા ઝાલા, ઝીંઝુવાડા ફતેપુરવાસ પાટડી (૧૦) ઝહીર અબ્બાસ દવલભાઈ બેલીમ મુ.પઠાણવાસ પાટડી (૧૧) દેવપાલ રાજુભાઈ ઝાલા, ગુંજા ગામ દેત્રોજ, અમદાવાદ ગ્રામ્ય (૧૨) નરેશભાઈ મગનભાઈ ઠાકોર, વાડી વાસ, પાટડી (૧૩) વખાતસિંહ ભરતસિંહ સોલંકી, રાજપુરા ગામ તા.દેત્રોજ, અમદાવાદ ગ્રામ્ય (૧૪) વિજયભાઈ મનહરભાઈ ભીલ, ૩૪૬, દરિયાલાલ મંદિર પસે પાટડી (૧૫) નિલેશગીરી વિષ્ણુગીરી ગોસ્વામી, ખોડિયાર નગર પાટડી (૧૬) ભાર્ગવ અમળતલાલ દેકાવડિયા, ટીંબાવાસ પાટડી (૧૭) રસિક છનાભાઈ દેવીપૂજક, ખાનસરોબાર પાટડી (૧૮) લાલભાઈ છનાભાઈ દેવીપૂજક, ખાનસરોવર પાટડી (૧૯) મોહસીન @ લારા બાબુભાઈ મંડળી, નુરી સમાજ, વિરમગામ, અમદાવાદ ગ્રામ્ય (૨૦) સરફરાજ @ કાલુ હબીબભાઈ ફકીર, અલબદર સમાજ, વિરમગામ, અમદાવાદ ગ્રામ્ય (૨૧) રામાભાઈ @ વિક્રમ જીવાભાઈ ઠાકોર, ભાટવાસ જ પાટડી (૨૨) અરવિંદસિંહ હરીભાઇ મકવાણા, ફતેપુરા ગામ તા.દેત્રોજ, અમદાવાદ ગ્રામ્ય (૨૩) કિરણકુમાર મંગાજી ઠાકોર,સદરા તા.કડી, દી.મહેસાણા (૨૪) રાજુભાઈ પોલાભાઈ દેવીપૂજક, વેલનાથ નગર પાટડી (૨૫) રમેશભાઈ રસસંગજી ઠાકોર રહે.મીઠાપુર તા.મંડળ, અમદાવાદ ગ્રામ્ય(૨૬) ખુશ્બુબેન @ કુસુમબેન અશ્વિનભાઈ પરમાર, રેલ નગર, વિરમગામ, અમદાવાદ ગ્રામ્ય (૨૭) રમીલાબેન ગોપાલભાઈ ઠાકોર, વેલનાથનગર પાટડી (૨૮) કાંતાબેન મગનભાઈ પરમાર, રેલ નગર, વિરમગામ, અમદાવાદ ગ્રામ્ય (૨૯) રમીલાબેન નાગરભાઈ પરમાર, રેલ નગર, વિરમગામ, અમદાવાદ ગ્રામ્ય (૩૦) જાલીબેન તરસંગજી ઠાકોર, વેલનાથ નગર પાટડીનેદરોડા પાડનાર અધિકારીઃ બી.એન.ગોહિલ, પીએસઆઈ, (એસ.એમ.સી.) પોલીસ સ્ટેશને લાવી તપાસ હાથ ધરી છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
