તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
જસદણ પાસે બાલ યોગી છાસીયાબાપુની જગ્યાએ ૧૦૦૮ જગતગુરૂ રામાનંદ આચાર્યની ૨૧ ફુટની પ્રતિમાનું અનાવરણ

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૧૯: જસદણના વિછીયા રોડ પર આવેલ બાલ યોગી છાસીયાબાપુની જગ્યાએ ૧૦૦૮ જગતગુરુ રામાનંદ આચાર્યની ૨૧ ફૂટની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
જસદણના વિછીયા રોડ પર આવેલ આ જગ્યા ઉપર વર્ષો થયા છાસીયાબાપુ સેવા કરી રહ્યા છે રામાનંદ આચાર્યની પ્રતિમાનું લીંબડી પીઠના ૧૦૦૮ મહામંડલેશ્વર લલિત કિશોરચરણ બાપુ, રાજ્યના કેબિનેટ પ્રધાન કુવરજીભાઈ બાવળીયા, વેંકટ ગીરીબાપુ, ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયા સહિત અનેક સંતો મહંતો, રામાનંદી સમાજના અગ્રણીઓ અને જુદા જુદા સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જસદણ વિછીયા સહિત સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં રામાનંદી સાધુ સમાજના લોકોએ હાજરી આપી હતી.
હિન્દુ ધર્મ અને સમાજ પર થતા અત્યાચાર અને ધર્મ પરિવર્તનનો સખ્ત વિરોધ કરનાર રામાનંદાચાર્યની પ્રતિમાની સ્થાપના જસદણ, ખાંડાધાર હડમતીયા, ગઢડીયા તેમજ જસદણ, વિછીયા, ભાડલા પંથકના રામાનંદી સાધુ સમાજના સહયોગથી કરવામાં આવી છે.
ઉલ્લેખની છે કે ભારત વર્ષમાં ગામડે ગામડે રામાનંદ આચાર્યજીએ રામજી મંદિરો બંધાવ્યા હતા તેમજ હિન્દુ ધર્મના પ્રચાર માટે પોતાના ૧૨ શિષ્યોને સમગ્ર ભારતમાં મોકલ્યા હતા મૂર્તિના અનાવરણ પ્રસંગે રામાનંદી સાધુ સમાજ દ્વારા જસદણ અને વિછીયા પંથકના રામજી મંદિરના પૂજારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું હોમ હવન અને યજ્ઞ બાદ પ્રતિમાનું અનાવરણ કરાયું હતું બાદમાં ધર્મ સભા પણ યોજવામાં આવી હતી ધર્મ સભા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદ પીરસવામાં આવ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
