<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

વાંકાનેર-લુણાસરીયા રેલ્‍વે ટ્રેક ઉપર ટ્રેન નીચે પડતુ મુકી અજાણ્‍યા યુવકનો આપઘાત

દલડી ગામ પાસે ચાલુ ટ્રેનમાંથી પડી જતા અજાણ્‍યા આધેડનું મોત

તસ્‍વીરમાં ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કરનાર યુવકનો મૃતદેહ બીજી તસ્‍વીરમાં ટ્રેનમાં પડી ગયેલ  આધેડનો મૃતદેહ નજરે પડે છે. (તસ્‍વીર : લિતેશ ચંદારાણા, વાંકાનેર)

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૧૯ :  વાંકાનેર-લુણાસરીયા રેલ્‍વે ટ્રેક ઉપર ટ્રેન નીચે પડતુ મુકી અજાણ્‍યા યુવકે આપઘાત કરી લીધો હતો. તેમજ દલ ડ ગામ પાસે ચાલુ ટ્રેનમાંથી પડી જતા અજાણ્‍યા આધેડનું મોત થયું હતું.

પ્રથમ બનાવમાં  વાંકાનેર રેલ્‍વે સ્‍ટેશનથી લુણસરીયા તરફ જતા રેલ્‍વે ટ્રેક પર કિમી નં. ૬૯૮/૭ પાસે આજરોજ સવારે ૩ વાગ્‍યાની આસપાસ ભાવનગર-ઓખા લોકલ ટ્રેન હેઠળ પડતું મૂકી એક અજાણ્‍યા ૩૫ વર્ષીય ઉંમરના યુવાને આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવમાં ઉપરના ફોટોવાળા મળતક યુવાનની ઓળખ મેળવવા રેલ્‍વે પોલીસના હેડ કો. ધર્મેન્‍દ્રસિંહ જાડેજા (મો. ૬૩૫૨૬ ૩૫૫૨૫) એ તજવીજ શરૂ કરી છે.

મરણજનારે શરીર ઉપર સફેદ કલરનો આખી બાયનો શર્ટ તથા કમરે બ્‍લૂ કલરનું જીન્‍સ પેન્‍ટ પહેરેલ છે. તથા મરણજનારે જમણા હાથની કલાઇ ઉપર ‘‘વિંછી''નું ચિત્ર ત્રોફાવેલ છે.

બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના દલડી-લુણસરીયા વચ્‍ચે સોમવારે સવારે ૧૧ વાગ્‍યાની આસપાસ જામનગર-વડોદરા ઇન્‍ટરસીટીમાં ચાલુ ટ્રેનમાંથી કોઇ કારણોસર પડી જતાં આશરે ૫૫ વર્ષીય ઉંમરના પુરુષનું શરીરે ગંભીર ઇજાઓ થતાં મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર રેલ્‍વે પોલીસે અકસ્‍માત મળત્‍યુ નોંધ કરી, મળતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી હોવાની માહિતી રેલ્‍વે પોલીસના હેડ કો. ખોડાભાઈ મકવાણાએ દ્વારા આપવામાં આવી છે.

મરણજનારે શરીર ઉપર સફેદ કલરનો ઝબ્‍બો તથા કમરે સફેદ કલરની ધોતી પહેરેલ છે. સદર મરણજનારના નાકની ડાબી બાજુ મશાનું નિશાન આવેલ છે. બન્ને બનાવો અંગે વાંકાનેર રેલ્‍વે પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:52 AM IST)