<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

ટંકારાના લજાઇ પાસે દેશી દારૂના વેચાણનો વિડીયો વાયરલ પોલીસ હરકતમાં: એકની ધરપકડ

દેશી દારૂની ૬૦ કોથળી કબ્‍જે કરાઇઃ અન્‍ય એકનું નામ ખુલતા તેની સામે પણ ગુન્‍હો દાખલ કરાયો

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા. ૧૯ :.. લજાઈ નજીક આજે દેશી દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયાના કલાકોમાં જ પોલીસ હરકતમાં આવી છે. પોલીસે એક શખ્‍સને પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના લજાઈ પાસે જાહેરમાં દેશી દારૂ વેચાતો હોય એક જાગળત નાગરિકે આ દેશી દારૂના ખુલ્લેઆમ વેચાણનો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. આ વીડિયોને લઈને ટંકારા પોલીસે દારૂ વેંચતા પોપટભાઈ જયંતીભાઈ સાથલીયા ઉ.વ.૨૦ને પકડી પાડ્‍યો છે. તેની પાસેથી ૬૦ કોથળી દારૂ પણ કબ્‍જે કર્યો છે. આ ઉપરાંત ચંદ્રસિંહ ઉર્ફે બંટી સરદારસિંહ ઝાલાનું નામ ખુલતા તેની સામે પણ ગુનો નોંધી શોધખોળ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં પોલીસે જ ફરિયાદી બની કાર્યવાહી હાથ ધરી છે.

(11:54 AM IST)