<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

પોરબંદર ચોપાટીમાં લશ્‍કરની ત્રણેય પાંખો દ્વારા દિલધડક કવાયતોનો પ્રારંભ

આર્મી નેવી, કોસ્‍ટ ગાર્ડ તથા જુદી જુદી સુરક્ષા એજન્‍સીઓ દ્વારા રાહત અને બચાવ કામગીરીના હેરતભર્યા પ્રયોગોઃ ફાયર પાવર સહિત વિવિધ પ્રકારની અદ્યતન ટેકનોલોજી પ્રદર્શિત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૯: ચોપાટી ખાતે આર્મી નેવી કોસ્‍ટગાર્ડ તથા જુદા જુદા સુરક્ષા એજન્‍સીઓ દ્વારા ર દિવસીય દિલધડક કવાયતોનો આજથી પ્રારંભ  થયો છે. આ કવાયતો સાથે ફાયર પાવર સહિત વિવિધ પ્રકારની અદ્યતન ટેકનોલોજી પ્રદર્શિત કરવામાં આવી રહી છે. વિવિધ સુરક્ષા એજન્‍સીઓ દ્વારા દરિયામાં રાહત અને બચાવ કામગીરી નિર્દેશનોનાં અલગ અલગ હેરતભર્યા પ્રયોગો યોજાશે.

ચોપાટી ખાતે આર્મી નેવી એરફોર્સ એન.ડી.આર.એફ. તથા જુદા જુદા સુરક્ષા એજન્‍સીઓ સંયુકત એકસરસાઇઝ તથા કવાયતો શરૂ થઇ છે.

દેશના વિવિધ ભાગોમાં અવારનવાર પુર હોનારત, ધરતીકંપ, વાવાઝોડા જેવી કુદરતી આફતોની કપરી પરિસ્‍થિતીમાં સેના દ્વારા રાહત બચાવ કામગીરી કરાય છે.

આ પ્રકારની રાહત બચાવ કામગીરી નિર્દેશન  ચોપાટી ખાતે આર્મી નેવી એરફોર્સ એનડીઆરએફ તથા જુદા જુદા સુરક્ષા એજન્‍સીઓ દ્વારા શરૂ થઇ છે. ચોપાટી રાજમહેલ પાછળના ભાગે કાર્યક્રમનું આયોજન થયું છે..

(2:14 PM IST)