<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

બૉલીવુડ કોસ્ચ્યુમ ડિઝાઈનર જામનગરની વતની હેત ગઢવીનું સન્માન કરાયું

લાયન્સ ક્લબ વેસ્ટ દ્વારા યુવા પ્રતિભાને કરાઈ સન્માનિત

જામનગર : જામનગરની વતની અને હાલ બોલીવુડમાં કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે પ્રસિદ્ધ હેત શેલેષભાઈ ગઢવી જેમને ભૂલ ભુલેયા 3 સહિત અનેક સફળ ફિલ્મો અને ટીવી એડ માં નામાંકિત કલાકારોની કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા છે તેમનું લાયન્સ કલબ ઓફ જામનગર વેસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ તકે ડિસ્ટ્રીકટ ગવર્નર ભરતભાઇ બાવીશી, રિજયન ચેરમેન કિરણબેન શેઠ,ઝોન ચેરમેન રાજેન્દ્રભાઇ રાયવડેરા, કલબના પ્રમુખ જતીનભાઈ શાહ,મંત્રી અશોકભાઈ કુબાવત,ખજાનચી હિમાંશુ મકીમ અને હેતના માતા પિતા શેલેષભાઈ ગઢવી, લતાબેન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા,અત્રે ઉલ્લેખનીય છે કે સન્માનિત હેતના પિતા શેલેષભાઈ વર્ષોથી લાયન્સ કલબના સદસ્ય છે અનેક અનેકવિધ હોદાઓ તેમને મેળવેલા છે.

(7:40 PM IST)