ભેસાણના કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી અશોકભાઈ ખુમાણના આંગણે રૂડો અવસર : કુંવર ચિ. કુલદીપભાઈ ઘોડે ચડશે : મહુડી ગામે જાન જશે

જૂનાગઢ જિલ્લાના ભેસાણ ગામના કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી તથા જાહેર જીવનના વરિષ્ઠ અગ્રેસર દરબારશ્રી અશોકભાઈ ભાભલુબાપુ ખુમાણનાં સુપુત્ર ચિ.કુલદિપભાઈના શુભ લગ્ન મહુડી નિવાસી શ્રી બદરૂભાઈ નાનાભાઈ ખાદાનાં સુપુત્રી ચિ. ચેતનાબા સાથે તા.૭-૧ર-ર૦ર૪ શનિવારના રોજ શુભ દિને તોરણ નિરધારેલ છે.
માંગલિક પ્રસંગો:- મંડપ મૃહુર્ત : તા. ૬-૧૨-૨૪ શુક્રવારના રોજ સવારે શુભ ચોઘડીયે, ભોજન સમારંભ: તા. ૬-૧ર-ર૪ શુક્રવારના રોજ બપોરે ૧૧-૩૦ કલાકે ગૌ સેવા સમાજ, છોડવડી રોડ-ભેસાણ, ફુલેકુ: તા. ૬-૧ર-ર૪ શુક્રવારના રોજ સાંજે ૫-૦૦ કલાકે, જાન પ્રસ્થાન: તા. ૭-૧ર-ર૪ શનિવારના રોજ સવારે મહુડી ગામે મુકામે જશે. હસ્ત મેળાપ: તા. ૭-૧ર-ર૪ શનિવારરોજ બપોરે શુભ ચોઘડીયે.
નિમંત્રક :- શ્રી ભુપતભાઈ ભાભલુબાપુ ખુમાણ, શ્રી અશોકભાઈ ભાભલુબાપુ ખુમાણ, શ્રી ભગીરથભાઈ અશોકભાઈ ખુમાણ, "દેવ આશિષ ભુતનાથ શેરી, મું.ભેસાણ, તા.ભેસાણ, જિ.જૂનાગઢ, મો. ૭૮૧૯૦ ૦૭૭૦૦, ૯૮૭૯૭ ૫૩૬૪૫









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
