મહત્વના સમાચારો 11:28 PM
તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૪ બુધવાર
News of Wednesday, 20th November 2024
સુરેન્દ્રનગરના પાટડીમાં જુગારના અડ્ડા પર SMCએ પાડેલા દરોડા બાદ પોલીસ ઈન્સ્પેકટર સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ
પીઆઇના વિસ્તારમાં SMCએ પાડેલા દરોડામાં જુગાર પકડાતા ગેેરજવાબદારી સામે આવતા કાર્યવાહી:જિલ્લા એસપી ગીરીશકુમાર પંડ્યા દ્વારા પોલીસ ઈન્સ્પેકટર અને 3 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયા.

સુરેન્દ્રનગરના પાટડીમાં જુગારના અડ્ડા પર SMCએ પાડેલા દરોડા બાદ, પોલીસ ઈન્સ્પેકટર સહિત 4 પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા છે. પાટડી પીઆઇ એમ કે ઝાલા અને અન્ય 3 પોલીસ કોન્સ્ટેબલને જૂગાર ધામ ધમધમતુ હોવાના કેસમાં સસ્પેન્ડ કરાયાં છે. પીઆઇના વિસ્તારમાં SMCએ પાડેલા દરોડામાં જુગાર પકડાતા ગેેરજવાબદારી સામે આવતા કાર્યવાહી કરાઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લા એસપી ગીરીશકુમાર પંડ્યા દ્વારા પોલીસ ઈન્સ્પેકટર અને 3 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દરોડા દરમિયાન 25 પુરુષ અને 5 મહીલા જુગાર રમતા ઝડપાયા હતા. વડોદરાના એસીબી પીઆઇ કમલેશ ઠાકોરનો ભાઇ કિરણ ઠાકોર જુગારધામ ચલાવતો હોવાની વાત સામે આવી છે. દરોડા દરમિયાન SMCએ લાખોનો મુદામાલ કબજે કર્યો હતો.
(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
